Mon Oct 05 2026

Logo

ઓપરેશન સિંદૂરના 16 મહિના બાદ પાક.ને ઘા રુઝાયો નથી, રનવેની 'સર્જરી' હજુ પણ યથાવત

2026-09-19 07:55:00
Author: Mumbai Samachar Team
ઓપરેશન સિંદૂરના 16 મહિના બાદ પાક.ને ઘા રુઝાયો નથી, રનવેની 'સર્જરી' હજુ પણ યથાવત

સેટેલાઇટ તસવીરોએ ખોલ્યું પાકિસ્તાનનું મોટું રહસ્ય, સરગોધા એરબેઝના રનવે પર ફરી ખોદકામ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઑપરેશન સિંદૂર અંતર્ગત કરેલી પાકિસ્તાન સામેની સૈન્ય કાર્યવાહીમાં સરગોધા એરબેઝનો ખાતમો બોલાવી દીધો હતો. આ વાત તથા ઑપરેશનને 16 મહિના થઈ ચૂક્યા છે. પણ પાકિસ્તાન હજુ સુધી આ નુકસાનની ભરપાઈ કરી શક્યો નથી. સેટેલાઈટ તસવીરમાંથી આ વાતની પોલ ખુલી ગઈ છે. ભારતીય મિસાઈલથી સરગોધા એરબેઝના રનવે પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કારણે સરગોધા એરબેઝનો રનવે તૂટી ગયો હતો. મસમોટો ખાડો પડ્યો હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. 

સેટેલાઈટ તસવીર સામે આવી
પાકિસ્તાને ઉતાવળમાં આ ખાડો ભરવા માટે લીપાપોથી કરી નાંખી હતી. પણ આ કામચલાઉ પેચ ખરાબ થતા હવે એમાંથી પોપડા ખરી રહ્યા છે. આ કારણે પાકિસ્તાનની વાયુસેનાએ ફરીવાર ખાડો ખોદીને રીપેરિંગ શરૂ કર્યુ હતું. અમેરિકાની કંપની વાંટોરે એક સેટેલાઈટ તસવીર શૅર કરીને આ પ્રકારનો દાવો કર્યો છે. પાકિસ્તાન મુશફ એરબેઝ પર હજુ પણ રીપેરિંગનું કામ ચાલી રહ્યું છે. રન અને ટેક્સી ટ્રેકને જોડીને રીપેરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેના આ પોઈન્ટથી આશરે 200 કિમી દૂર છે. જ્યાં અમૃતસર એરબેઝ લાગુ પડે છે. લાહોરથી આ વિસ્તાર 175 કિમી દૂર છે. આ વિસ્તારને પાકિસ્તાનની વાયુ સેનાનો મહત્ત્વનો અને મોટો ભાગ માનવામાં આવે છે. 10 મે 2025ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર હુલમો કરીને ઑપરેશન સિંદૂરને સફળ બનાવ્યું હતું. હુમલો થયા બાદ અને રનવે તૂટી ગયા બાદ પાકિસ્તાન તરફથી સિમેન્ટ એ ખાડામાં ભરીને લીપાપોથી કરવામાં આવી હતી. 

ખખડી ગયો રન વે
આવું કરવા પાછળનું પાકિસ્તાનનું કારણ એ હતું કે, તે પોતાના એરબેઝના ઑપરેશનને યથાવત રાખવા માગતા હતા. રેપિડ રનવે રીપેરિંગ ટેકનિકની મદદથી રનવેનું રીપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.મિસાઈલનો મારો થતા આશરે 50 ફૂટનો મોટો ખાડો પડી ગયો હતો. રક્ષા નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનનો આ જુગાડ લાંબા સમય સુધી ચાલ્યો નહીં. વરસાદ શરૂ થતા જ સિમેન્ટ પાણી સાથે વહી ગઈ હતી. ઉપરથી ફાઈટર જેટનો વજન પડતા પેચ ખસી ગયો હતો. જમીન અંદર ખસી ગઈ હતી. ફાઈટર જેટની ઉડાન માટે રન વે બિલકુલ સપાટ અને મજબૂત હોવો અનિવાર્ય છે. ખાડા વાળો રનવે અકસ્માત નોતરી શકે છે. 28 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલી તસવીરમાં આ કામ સ્પષ્ટ જોઈ શકાય છે. રનવે ફાઈટર જેટને સપોર્ટ કરી શકે એમ નથી. સપાટી તૂટવા લાગી અને જમીન અંદરની બાજુ ખસવા લાગી હતી. તા. 12 સપ્ટેમ્બર 2026 ની સૅટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ દેખાઈ છે કે રણવે અને ટેક્સી-ટ્રેક માટે ઉમેરાયેલ ડામર અને માટીની ઊંડાઈ ઓછી છે. 

ઘા હજુ રુઝાયા નથી
એક લાલ રંગનું વાહન પણ ઊભુ છે. રક્ષા નિષ્ણાત ગ્રુપ કેપ્ટન (રિટાયર્ડ) ડી.કે. પાંડે ને આ પર બહુ મોટી વાત કહે છે. રનવેને નવી રીતે તૈયાર થતા લગભગ 80 કરોડ રૂપિયાનો ભારે ખર્ચ થાય છે. આ કામમાં 30 થી 45 દિવસનો લાંબો સમય છે. સૌથી મોટી વાત તે છે કે ફાઈટર જેટની તમામ ફ્લાઈટ કે શોર્ટી ઠપ થઈ ચૂકી છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય વાયુસેનાના 'ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ' તરીકે ફરજ બજાવનાર એર માર્શલ એ.કે. ભારતી (નિવૃત્ત)એ આ ખુલાસા પર ટિપ્પણી કરતા કહ્યું: 300 કિલોમીટરથી વધુના અંતરેથી રનવેની મધ્યરેખા (સેન્ટરલાઇન)ને સચોટ રીતે નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ભારતીય વાયુસેનાની અચૂક ક્ષમતા છે. દુશ્મનને પહોંચેલો ઘા હજુ રુઝાયો નથી. સોળ મહિના વીતી ગયા પછી પણ સરગોધા ખાતેના રનવે પર હજુ 'સર્જરી' ચાલી રહી છે. આ છે 'ઓપરેશન સિંદૂર' — એક એવું અભિયાન જેની અસર આજે પણ અકબંધ છે.