Wed Sep 02 2026

Logo

બેંગ્લૂરુ બુધવારે જીતીને નંબર-વન થઈ શકે

2026-04-14 22:07:08
Author: Ajay Motiwala
બેંગ્લૂરુ બુધવારે જીતીને નંબર-વન થઈ શકે

IPL


લખનઊને ઈજામુક્ત ફાસ્ટ બોલર મયંક યાદવ ઉગારશે?

બેંગ્લૂરુઃ આઇપીએલ-2026માં સૌથી ખતરારૂપ બૅટિંગ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (LSG)ની છે, કારણકે પહેલા બન્ને ટોચના ટીમ-ટોટલ આરસીબીના છે અને એ જ પ્રભાવ સાથે રજત પાટીદારની ટીમ બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમશે.

રવિવારે વાનખેડેમાં મુંબઈને 18 રનથી હરાવનાર બેંગ્લૂરુના પાંચ મુખ્ય બૅટ્સમેનોના આ વખતના કુલ રન આ મુજબ છેઃ ટિમ ડેવિડ (221), પાટીદાર (214), પડિક્કલ (201), ફિલ સૉલ્ટ (178 રન), વિરાટ (162). આ પાંચ બૅટ્સમેનોએ ચાર મૅચમાં કુલ બાવન સિક્સર ફટકારી છે અને આ વખતે બેંગ્લૂરુની ટીમે ચારેય મૅચમાં 200-પ્લસ રન કર્યા છે.

બેંગ્લૂરુના બે સર્વોચ્ચ ટીમ-ટોટલ (પાંચમી એપ્રિલે ચેન્નઈ સામે 3/250 અને 12મી એપ્રિલે મુંબઈ સામે 4/240). બેંગ્લૂરુ પૉઇન્ટ્સ-ટેબલમાં છ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે, જ્યારે લખનઊ ચાર પૉઇન્ટ સાથે છેક સાતમા ક્રમે છે. રાજસ્થાન આઠ પૉઇન્ટ સાથે પહેલા સ્થાને, પંજાબ કિંગ્સ સાત પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.

બેંગ્લૂરુ બુધવારે લખનઊ સામે જીતીને રાજસ્થાનના સ્થાને નંબર-વન થઈ શકે. રાજસ્થાન જેટલા જ આઠ પૉઇન્ટ બેંગ્લૂરુના થશે. રન-રેટમાં રાજસ્થાન (+0.889) કરતાં બેંગ્લૂરુ (+1.148) અત્યારથી જ ચડિયાતું છે એટલે ફક્ત બે પૉઇન્ટ પાટીદારની પલ્ટનને મોખરાના સ્થાને લાવી શકશે. લખનઊનો ફાસ્ટ બોલર મયંક યાદવ ફિટ હશે તો બેંગ્લૂરુએ અગ્નિપરીક્ષા આપવી પડશે. લખનઊને બૅટિંગમાં મુકુલ ચૌધરી, નિકોલસ પૂરન, કૅપ્ટન પંત પર વધુ ભરોસો છે.