Wed Jul 01 2026

Logo

ઘરેથી ભાગી નીકળેલી કિશોરીને રિક્ષાચાલક ભોળવીને લઈ જતો હતો, પણ...

2026-02-14 20:53:07
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ રાજકોટમાં 16 વર્ષની કિશોરીનાં પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સિકંદર માલાણી નામના રિક્ષાચાલકે છોકરી સાથે અડપલાં કર્યા હતા અને તેને હેરાન કરવાની કોશિશ કરી હતી. 

આ ઘટનાની વિગતો અનુસાર દસમાં ધોરણમાં ભણતી છોકરી મિત્ર સાથે ભાગી જવા માટે ઘરેથી નીકળી હતી. મિત્ર રાજકોટના માધાપર ચોકડી આવ્યો નહીં. છોકરીએ ત્યાંથી એસટી બસ પકડી સંબંધીના ત્યાં રહેવાનું નક્કી કર્યું હતું. એસટી ડિપોએ ફોન ચાર્જ કરતા સમયે મળેલા 40 વર્ષીય રિક્ષાચાલકે તેને સુરતની બસ લેવા જણાવ્યું હતું. સુરતની બસ ફૂલ થઈ હતી ત્યારે રિક્ષાચાલકને તેને લીમડા ચોકથી બસ લેવા કહ્યું હતું.

દરમિયાન રિક્ષાચલકે તેને ખવડાવ્યું હતું અને તેને નોકરી અપાવી દેશે અને સુરત ન જવા પણ કહ્યું હતું.  લીમડા ચોક ખાતે પરિવારજનોને જોઈ લેતા છોકરીએ રિક્ષાચલાકને બીજે ક્યાંક લઈ જવા કહ્યું હતું. જોકે દરમિયાન તેનાં મોબાઈલ પર પરિવારે અન્ય એક છોકરી દ્વારા ફોન કરાવ્યો હતો. આ ફોન રિક્ષાચાલકે ઉઠાવતા તેણે કિશોરીને યોગ્ય જગ્યાએ મૂકવા કહ્યું હતું. 

રિક્ષાચાલકે છોકરીને રાવકી ગામ મૂકી હતી, પરંતુ પોતાના વિશે પરિવારને કંઈ જ ન કહેવા કિશોરીને જણાવ્યું હતું. અંતે પરિવાર અને છોકરીનું મિલન થયું હતું. ત્યારબાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા રિક્ષાચલકને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે, જે સાબિત કરી શકે કે રીક્ષાચાલક તેને પોતાની સાથે લઈ જવા માગતો હતો.