Mon Aug 31 2026

Logo

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને આરએસએસ પર નિશાન સાધ્યું , કહ્યું પીએમ મોદી રાત્રે ઊંઘી શકતા નથી

2026-08-13 19:53:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને આરએસએસ પર નિશાન સાધ્યું , કહ્યું પીએમ મોદી રાત્રે ઊંઘી શકતા નથી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી અને આરએસએસ પર પ્રહાર કર્યા છે. તેમણે સરકાર પર લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જીએસટી, નોટબંધી અને ચીન સાથેના સરહદ વિવાદ પર પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

સરકાર એક સિસ્ટમ લાદવાનો પ્રયાસ કરી રહી છે 

રાહુલ ગાંધીએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આયોજીત 'રચનાત્મક કોંગ્રેસ'ના રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. તેમણે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને ઉત્તરાખંડની એક મહિલાનો ઉલ્લેખ કર્યો જે તેની પુત્રી માટે ન્યાયની માંગ કરી રહી છે. રાહુલે કહ્યું કે જ્યારે સરકાર એક સિસ્ટમ લાદવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસની ભૂમિકા ભારતને તેનો અવાજ સાંભળવાની તક આપવાનો છે. 

વિરોધની  પ્રક્રિયા અટકવાની નથી

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં રાષ્ટ્રીય ભાવના પણ છે. તેમજ કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ હવે ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. આ વિરોધની પ્રક્રિયા અટકવાની નથી.

સરકાર અમુક લોકોના હિતને પોષવાનો પ્રયાસ કરે છે 

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર અને તેની રાજકીય વિચારધારા ભારત પર એવી વ્યવસ્થા લાદવાનો પ્રયાસ કરે છે જે સરકાર અને અમુક પસંદગીના લોકોના હિતોને પૂર્ણ કરે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે  ઊંઘી શકતા નથી

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે ઊંઘી શકતા નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરતા રાહુલે નોંધ્યું હતું કે તેમની સરખામણી ચાણક્ય અને સરદાર પટેલ જેવા વ્યક્તિઓ સાથે કરવામાં આવે છે.પરંતુ તેવો સંસદ ભવનમાં પ્રવેશ પણ કરી શકતા નથી. કારણ કે પ્રથમવાર, તેઓ ભારતનો અવાજ અને તેની અભિવ્યક્તિનો સામનો કરી રહ્યા છે.

આરએસએસના લોકોમાં ભારતના દર્શન અને ઇતિહાસની સમજનો અભાવ

રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધતાં જણાવ્યું કે, આરએસએસ 
સાથે સંકળાયેલા લોકોમાં ભારતના દર્શન અને ઇતિહાસની સમજનો અભાવ છે. તેમણે દલીલ કરી હતી કે 3,000 વર્ષના ઇતિહાસને જાણવું એ ભારતને સમજવા માટે પૂરતું નથી. દેશને ખરેખર સમજવા માટે, વ્યક્તિએ તેને વર્તમાન ક્ષણમાં અને તેના વર્તમાન અભિવ્યક્તિ દ્વારા સમજવું જોઈએ.

તેમણે કહ્યું કે પહેલા આરએસએસમાં  નાના વેપારીઓ, મીઠાઈની દુકાનના માલિકો, સુવર્ણકારો, લુહારો અને વાણિયા સમુદાયના સભ્યોનો સમાવેશ થતો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ જ લોકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 

નોટબંધી જેવી નીતિઓની અસર આ વેપારીઓ પર પડી

તેમજ  GST અને નોટબંધી જેવી નીતિઓની અસર આ વેપારીઓ પર પડી. રાહુલે દાવો કર્યો કે આરએસએસ માં મૂડીનો પ્રવાહ પ્રમોદ મહાજનના યુગ દરમિયાન શરૂ થયો હતો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેને આગળ વધારવામાં આવી રહ્યો છે.

રાજીનામું ન આપે ત્યાં સુધી શાંતિથી બેસવા દેશે નહીં

આ ઉપરાંત તેમણે કહ્યું કે વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રાજીનામું ન આપે ત્યાં સુધી શાંતિથી બેસવા દેશે નહીં.