નવી દિલ્હીઃ ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ (SINDHU) તાજેતરમાં ટોક્યોમાં જાપાન ઓપનનું ટાઇટલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની હતી એ વિશે સૌકોઈ ભારતીય ખેલકૂદપ્રેમીઓ વાકેફ છે, પણ ઘણાને એ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સિંધુએ જાપાનની કટ્ટર હરીફ અકાને યામાગુચી સામે 44 શૉટની રૅલી સાથે જે ભારે સંઘર્ષથી વિજય મેળવ્યો એ વિશે જાણ નહીં હોય. જોકે આ ફાઇનલ કરતાં પણ વધુ રસાકસીભરી મૅચ ઑગસ્ટ, 2017માં સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં રમાઈ હતી જેમાં સિંધુએ 74 શૉટની મૅરથન રૅલીમાં જાપાનની નોઝોમી ઑકુહારા (Okuhara)ને હરાવી દીધી હતી અને મહત્ત્વનો પૉઇન્ટ મેળવી લીધો હતો. જોકે છેવટે સિંધુ એ મુકાબલો હારી ગઈ હતી.
દરમ્યાન, ઑલિમ્પિક-મેડલ વિજેતા સિંધુએ તાજેતરમાં જાપાન ઓપનનું ઐતિહાસિક ટાઇટલ જીતીને 19 મહિનાના પોતાના ટાઇટલના દુકાળનો અંત લાવી દીધો હતો. તેણે ગયા મહિનાની મધ્યમાં યામાગુચીને ફાઇનલમાં સળંગ બે ગેમમાં 21-17, 21-17થી હરાવી દીધી હતી.
Take a little time off to applaud a great 74 shots rally & a fantastic win by PV Sindhu at the Japan Open 🏸
— Aviator Anil Chopra (@Chopsyturvey) August 7, 2026
PV Sindhu becomes first Indian to win the Japan Open title... pic.twitter.com/ENqOSmxWTp
સિંધુ અને યામાગુચી વચ્ચે અલગ-અલગ તબક્કે લાંબી શૉટ રૅલી જોવા મળી હતી. આ ત્રણેય રૅલીમાં સિંધુએ તેને ભારે સંઘર્ષ કરાવ્યો હતો અને પોતે પણ થાકી હતી, પણ હિંમત નહોતી હારી અને છેવટે જીતી ગઈ હતી.
પ્રથમ ગેમમાં બન્ને પ્લેયર વચ્ચે ભારે રસાકસી થઈ હતી અને ત્યારે સિંધુએ કુલ 36 શૉટની રૅલી જીતી લેતાં સ્કોર 11-11થી લેવલ થઈ ગયો હતો. ત્યાર બાદ એ જ ગેમમાં 38 શૉટની રૅલીમાં સ્કોર 17-15 થયો હતો. સિંધુએ એ ગેમ છેવટે 21-17થી જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી ગેમમાં તો કમાઈ થઈ ગઈ. મૅચની સૌથી લાંબી રૅલી 44 શૉટની હતી જે જીતીને સિંધુ છેવટે એ ગેમ પણ 21-17થી જીતી ગઈ હતી. આ લૉન્ગેસ્ટ રૅલીમાં બન્ને ખેલાડી થાકીને લોથપોથ થઈ ગઈ હતી અને છેલ્લે યાગામુચીએ એ રૅલીમાં હાર માની લીધી હતી, જ્યારે થાકેલી સિંધુ તેને જોતી રહી હતી અને મનોમન સેલિબે્રશન કરી રહી હતી. યામાગુચી સામે સિંધુ હેડ-ટુ-હેડ મુકાબલાઓમાં હવે 16-14થી આગળ છે.
જાપાનની જ યામાગુચી આ મુકાબલો જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, પણ 31 વર્ષીય સિંધુએ તેને કેમેય કરીને ન જીતવા દીધી અને કુલ 50 મિનિટના સંઘર્ષ બાદ ભારતને ઐતિહાસિક ટાઇટલથી ગૌરવ અપાવ્યું હતું. ભાવુક થઈ ગયેલી સિંધુએ ફાઇનલ પછી કહ્યું, `મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારે ગમે એમ કરીને આ મુકાબલો જીતવો જ હતો અને જીતીને રહી. મેં આ ટૂર્નામેન્ટ માટે ખૂબ મહેનત કરી હતી અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો.