નાગોયા (જાપાન): ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ રવિવારે 24 કલાકની અંદર ત્રણ સિંગલ્સ મેચ રમવા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે એશિયન ગેમ્સનો વ્યસ્ત કાર્યક્રમ ખરાબ રીતે ગોઠવવામાં આવ્યો છે અને ખેલાડીઓ પાસે સ્વસ્થ થવા માટે પૂરતો સમય મળ્યો નથી.
સિંધુને શનિવારે બે મેચ રમવાની હતી જેમાંથી બીજી મેચ મધ્યરાત્રિ પછી સમાપ્ત થઈ ગઈ ત્યાર બાદ તેણીને રવિવારે ચીનની ચેન યુફેઈ સામે ક્વાર્ટર ફાઇનલ મેચ માટે કોર્ટ પર જવું પડ્યું, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણીએ પહેલાં ક્યારેય કોઈ મોટી ટુર્નામેન્ટમાં એક દિવસમાં બે મેચ રમી છે જેના પર સિંધુએ કહ્યું, " વાસ્તવમાં નહીં, કારણ કે મને લાગે છે કે શેડ્યૂલ ખરેખર સારી રીતે ગોઠવાયેલ ન હતું. અમે ખૂબ મોડા સૂઈ ગયા અને પછી રવિવારે સવારે પાછા આવ્યા. એક દિવસમાં બે મેચ રમ્યા પછી સ્વસ્થ થવાની પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે."
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ શનિવારે બપોરે તેની બીજા રાઉન્ડની મેચ રમી હતી. તેણે ત્રીજા રાઉન્ડની મેચ રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે 1:00 વાગ્યે સમાપ્ત થઈ. ત્યાર બાદ રવિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યે ક્વાર્ટર ફાઇનલ મેચ શરૂ થઈ હતી.
24 કલાકમાં ત્રણ મેચ રમવા માટે માનસિક રીતે પોતાને તૈયાર કરવા વિશે પૂછવામાં આવતા સિંધુએ કહ્યું, "તે ફક્ત માનસિક રીતે તૈયાર રહેવા વિશે નથી. તમારે સ્વસ્થ થવાની જરૂર છે. ભલે તમને એવું લાગે કે તમે સારું કરી રહ્યા છો, શારીરિક રીતે તમે ત્યાં જઈને રમવાની સ્થિતિમાં ન પણ હોવ."
વધુમાં તેણેએ કહ્યું કે "જ્યારે લાંબી ટુનામેન્ટ હોય ત્યારે સ્વસ્થતા ચોક્કસપણે જરૂરી છે. જ્યારે તમે સારું કરી રહ્યા છો, ત્યારે તમે સ્વાભાવિક રીતે આગળ વધો છો, પરંતુ તમારા પગ તમને સાથ આપતા નથી. તે સિવાય મેચ એકંદરે સારી હતી, પરંતુ શિડ્યૂલ થોડું સારું હોવું જોઈએ." અન્ય એક ભારતીય બેડમિન્ટન ખેલાડી ઉન્નતિ હુડાએ પણ કાર્યક્રમને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
તેણેએ કહ્યું હતું કે, "હું મારી ક્વાર્ટરફાઇનલ હાર માટે તેને દોષ નહીં આપું, પરંતુ શિડ્યૂલ વધુ સારી રીતે ગોઠવી શકાયું હોત.