ઝુબૈદા વલિયાણી
પ્રદૂષણની અસર ફક્ત વાતાવરણમાં જ જોવા મળી રહી છે એવું નથી. આપણા શરીર પર પણ તે જાણી શકાય છે.
- તેના લીધે ત્વચા અને વાળની સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે.
- એમાં આપણી બગડી ગયેલી લાઈફ સ્ટાઈલ પણ ભાગ ભજવી જાય છે.
- મહિલાઓનાં વાળની સમસ્યા જમ કે
* ડ્રાય, કર્લી હેર એમાં ડ્રેન્ડ્રફ અને વાળ ખરવા
- એ હવે સામાન્ય થઈ ગયું છે.
- એના બીજા અનેક કારણો હોઈ શકે છે.
- એમાંથી અમુક વિશે આજે વાત કરીશું.
- આ વાતને ધ્યાનમાં રાખવાથી વાળની તકલીફો ઓછી થઈ શકે છે
આજે બજારમાં દરેક પ્રકારના શૅમ્પૂ ઉપલબ્ધ છે.
- જેમ કે
* ડ્રાય કે વધારે તૂટતા વાળ માટે અલગ પ્રકારનું શૅમ્પૂ છે.
- વ્હાલી લાડકી પૂર્તિની વાચક બહેન - દીકરીઓ! એ બાબતને નજરઅંદાઝ કરશો નહીં કે, તમે
* જે કંપનીના શૅમ્પૂનો ઉપયોગ કરતા હો તો તે જ કંપનીનું કન્ડિશનર પણ લગાવવું એ જરૂરી નથી.
* વાળ જાડા હોય તો મોઈશ્ર્ચરાઈઝિંગ કન્ડિશનર ફાયદાકારક રહેશે.
- વાતાવરણમાં ધૂળ, રજકણો વધારે રહે છે તેથી વાળ માટે નરશિમેન્ટ તત્ત્વવાળા સીરમ ફાયદાકારક રહેશે.
શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થવાથી પણ વાળ ડ્રાય થાય છે અને તૂટવા લાગે છે.
* પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે રોજ ત્રણ ગ્લાસ ફેટ-ફ્રી દૂધ,
* બે બાઉલ યોગર્ટ કે
* બે બાઉલ લેનટિલ્સ કે સ્પ્રાઉટ્સ ખાઈ શકો છો.
* ઓમેગા 3, 6, 9 અને ફેટી ઍસિડનું ઈનેટક પણ વધારે હોવું જોઈએ.
- વ્હાલી લાડકી બહેનો...! આ બધી રીતથી કોઈ ફાયદો ન થઈ રહ્યો હોય તો ડૉકટરને બતાવો.
- હોર્મોન્સ કે ડાયજેસ્ટિવ ડિસઓર્ડર પણ તેનું કારણ હોઈ શકે છે.
- ડેન્ડ્રફના અનેક કારણ હોઈ શકે છે.
* એક કારણ સ્કઅલ્પ પર મસાલીજિયા ફુરફુર ફંગલ ઈન્ફેકશન પણ હોઈ શકે છે.
- માર્કેટમાં મળતા એન્ટી-ડેન્ડ્રફ શૅમ્પૂ વાળ માટે લાભકારક છે. તેનો એક મહિના સુધી અઠવાડિયામાં 2 થી 3 વખત ઉપયોગ કરો.
- શિયાળાની ઋતુમાં પણ વાળને 2 થી 3 વખત ધોવા જોઈએ.
- આમ થોડી કાળજી રાખવામાં આવે તો વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
- ટૂંકમાં ઘટતા, તૂટતા, શુષ્ક વાળનું આ નિવારણ વાળની સમસ્યાને હલ કરવા સફળ પૂરવાર થયાનો જાત અનુભવ છે.
* * *
હસગુલ્લા
- મણિબહેને ચંપાબહેનને કહ્યું:
- તમારું વજન ગઈકાલે તો 100 કિલો હતું અને આજે 110 કિલો કેવી રીતે થઈ ગયું...?
- ચંપાબહેને કહ્યું:
- આજે હું મેકઅપ કરીને આવી છું...!