Fri Aug 21 2026

Logo

વિક્રમ સારાભાઈ પરિવારમાંથી આવતાં આ 12 વર્ષના ટેણીયાનું છે આવું સપનું

2026-08-04 22:28:11
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ  વિક્રમ સારાભાઈ પરિવારમાંથી આવતો 12 વર્ષનો પાર્થ સારાભાઈ આટલી નાની ઉંમરે પર્યાવરણ અને રિન્યુએબલ એનર્જી (અક્ષય ઉર્જા) ક્ષેત્રે મોટું લક્ષ્ય ધરાવે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7 માં ભણતો પાર્થ પોતાના પરિવારના રિન્યુએબલ એનર્જી બિઝનેસને આગળ ધપાવી દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માંગે છે.

જ્યાં મોટાભાગના બાળકો ડોક્ટર કે એન્જિનિયર બનવાનું વિચારે છે, ત્યાં પાર્થ તેના પિતા સુહૃદ સારાભાઈ સાથે નાનપણથી જ બિઝનેસ મીટિંગોમાં જાય છે, ચર્ચાઓ સાંભળે છે અને પોતાના વિચારો રજૂ કરે છે. પાર્થને કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્રોજેક્ટ્સમાં ખાસ રસ છે. આ ટેકનોલોજી દ્વારા ગાયના છાણ, નેપિયર ઘાસ અને ખેતીના કચરામાંથી સ્વચ્છ ઇંધણ બનાવવામાં આવે છે. પાર્થનું માનવું છે કે આનાથી કચરાનો યોગ્ય નિકાલ થશે અને પેટ્રોલ-ડીઝલ જેવા પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટશે.

સારાભાઈ ગ્રુપની કંપનીએ ફિનલેન્ડની 'આર્સીપ્લગ ઓય' સાથે મળીને ભારતમાં નવી CBG ટેકનોલોજી લાવવામાં આવી છે, જે ક્ષેત્રે કામ કરવા પાર્થ ખૂબ ઉત્સાહિત છે. પર્યાવરણ અને ઉર્જા ક્ષેત્રે ઊંડો રસ ધરાવવાની સાથે પાર્થ ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ રમવાનો શોખીન છે, તેમજ નવરાશના સમયમાં કીબોર્ડ પર મ્યુઝિક વગાડવું પણ તેને ખૂબ ગમે છે.

પાર્થે કહ્યું કે, હું મારા પિતાની જેમ બનીને કંપનીને નવી ઊંચાઈએ લઈ જવા માંગુ છું અને એવું કામ કરવા માંગુ છું.