Tue Aug 25 2026

Logo

NEET ની પરીક્ષા આગામી વર્ષથી ઓનલાઈન લેવાશે, પરીક્ષાની નવી તારીખ જાહેર

2026-05-15 16:53:26
Author: Chandrakant Kanoja
NEET ની પરીક્ષા આગામી વર્ષથી ઓનલાઈન લેવાશે, પરીક્ષાની નવી તારીખ જાહેર

નવી દિલ્હી: NEET 2026 પરીક્ષાના પેપર લીક થયા બાદ શિક્ષણ મંત્રાલયે પરીક્ષા સિસ્ટમમાં મોટા ફેરફારોની  જાહેરાત કરી છે. જેમાં આગામી  પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. તેમજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને  જણાવ્યું હતું કે , NEET પરીક્ષા આવતા વર્ષથી ઓનલાઇન લેવામાં આવશે. જે સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત હશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે OMR શીટ્સને બદલે વિદ્યાર્થીઓને કમ્પ્યુટરની સામે બેસાડવામાં આવશે.

પરીક્ષા 21 જૂન 2026ના રોજ લેવામાં આવશે

એનટીએના  જણાવ્યા અનુસાર પરીક્ષા હવે 21 જૂન, 2026 ના રોજ લેવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી શેર કરતા એનટીએ જણાવ્યું હતું કે પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત  ઉમેદવારો અને  વાલીઓને કોઈપણ માહિતી માટે ફક્ત એનટીઇની સત્તાવાર વેબસાઇટ પર આધાર રાખવા વિનંતી કરવામાં આવી છે.

સંભવિત  પેપર્સ અને વાસ્તવિક પેપર મેળ ખાતા હતા 

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને  જણાવ્યું  કે, અમારી પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. જ્યારે  પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી.  જ્યારે 7 મે સુધીમાં એનટીએની કંપલેઇન સિસ્ટમમાં અમુક પ્રશ્નો ઉભા થયા હતા. જેની બાદ આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. એક પ્રક્રિયા જેમાં ઘણા રાજ્યો સામેલ હતા. 12 મે સુધીમાં આ કેસ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. 12 મે સુધીમાં અમે ખાતરી કરી લીધી હતી કે સંભવિત  પેપર્સ  જે શિક્ષણ માફિયા દ્વારા ફરતા કરવામાં આવ્યા હતા. તે પરીક્ષામાં આપવામાં આવેલા વાસ્તવિક પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.