Tue Oct 06 2026

Logo

ગણેશ વિસર્જન બાદ નવસારીના રસ્તા પર ગુલાલના થર જામ્યા, લોકોએ પાવડા વડે કરવી પડી સફાઈ

2026-09-27 21:20:52
Author: Pooja Shah
ગણેશ વિસર્જન બાદ નવસારીના રસ્તા પર ગુલાલના થર જામ્યા, લોકોએ પાવડા વડે કરવી પડી સફાઈ

અમદાવાદઃ ગણેશ વિસર્જન સમયે બાપ્પાને વિદાય આપતી વેળા ફૂલ તેમ જ અબિલ ગુલાલ ઉડાડવામાં આવે છે, પરંતુ નવસારીમાં ગુલાલે સૌને કામે લગાડી દીધા હતા. મળતી વિગતો અનુસાર અહીંના વિજલપોરના અંબાજી નગરમાં ઢોલ નગારા સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. અહીં ગણેશજીને વિદાય આપતી વેળા બહુ મોટી માત્રામાં જેસીબીની મદદથી ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો અને તે સમયે માહોલ રંગબેરંગી થઈ ગયો હતો. 

જોકે ત્યારબાદ રસ્તા પર ગુલાલના થર જામી ગયા હતા અને વાનચાલકો તેમ જ પગપાળા જનારાને મુશ્કેલીઓ પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મોટી માત્રામાં રસ્તા પર જામેલા ગુલાલને દૂર કરવા માટે સ્થાનિક નગરસેવક અને સામાજિક આગેવાનો એકઠા થયા હતા અને જાતે જ પાવડા સહિતના સાધનો લઈ રસ્તો સાફ કરવા માડ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. રસ્તો સાફ કરતા સમય અને મહેનત લાગ્યા હતા ત્યારે તહેવારોની ઉજવણીમાં થોડું શિસ્ત જાળવવામાં આવે, તેવું સ્થાનિકો કહી રહ્યા હતા.