Mon Oct 05 2026

Logo

મતદારયાદીમાંથી હટાવાયેલા 1.22 કરોડ લોકોની યાદી જાહેર નહીં થાય: ચૂંટણી પંચ, વિવાદ થઈ શકે

2026-09-11 22:35:24
Author: Mumbai Samachar Team
મતદારયાદીમાંથી હટાવાયેલા 1.22 કરોડ લોકોની યાદી જાહેર નહીં થાય: ચૂંટણી પંચ, વિવાદ થઈ શકે

મુંબઈ: ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીમાંથી હટાવાયેલા 1 કરોડ 22 લાખ મતદારોને નોટિસ મોકલવામાં આવશે, પરંતુ લોકોની ગોપનીયતા જળવાઈ રહે તે માટે આ નામોની યાદી જાહેર કરવામાં નહીં આવે. 

આ નોટિસ મતદારોના ઘરના સરનામે ટપાલ દ્વારા અને જો મોબાઈલ નંબર નોંધાયેલો હશે તો વોટ્સએપ પર પણ મોકલવામાં આવશે. ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી રહેલી એસઆઇઆર તપાસ બાદ નવી પ્રારૂપ મતદારયાદી જાહેર કરી છે, પરંતુ તેમાં સામેલ ૧.૨૨ કરોડથી વધુ મતદારોની વિગતોમાં ખામી હોવાથી તેમને ફરીથી નોટિસ મોકલવામાં આવશે. આમાંથી લગભગ ૬૨.૪૮ લાખ મતદારો એવા છે જેમનો જુનો રેકોર્ડ મળે છે પણ માહિતીમાં તફાવત છે, જ્યારે બાકીના આશરે ૧.૨૨ કરોડમાંથી ૫૯.૭૫ લાખથી વધુ મતદારોનો જૂનો રેકોર્ડ બિલકુલ મેચ થયો નથી.

જે મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે તેમણે ફરીથી પોતાના આઇડી પ્રુફ રજૂ કરવા પડશે. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ માંગ કરી છે કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં નોટિસ આપવામાં આવી રહેલા મતદારોના નામની યાદી પ્રકાશિત કરવામાં આવે. જોકે, પંચના વરિષ્ઠ અધિકારીઓએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ યાદી પ્રકાશિત કરવાથી મતદારોની ગોપનીયતાનું ઉલ્લંઘન થઈ શકે છે.

અંતે ચૂંટણી પંચે લોકોને પોતાના નામ કે સરનામાની ભૂલો સુધારવા અપીલ કરી છે, આ ડ્રાફ્ટ યાદી વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે, અને મતદાતાને કોઈની સામે વાંધો ઉઠાવવાની કોઈ જોગવાઈ ન હોવાથી, આનાથી મોટો વિવાદ થવાની શક્યતા છે.

મતદાર યાદીના મુસદ્દા સામે વાંધો ધરાવતા મતદારોને વોટ્સએપ પર પણ નોટિસ મોકલવામાં આવશે જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે તે મેળવી શકે. ચૂંટણી પંચે આ યાદી સામે વાંધો ધરાવતા મતદારોને તેમના નામ, ઉંમર, સરનામા અથવા અન્ય માહિતીમાં કોઈપણ ભૂલો તાત્કાલિક સુધારવા અપીલ કરી છે