મુંબઈઃ મધ્ય રેલવેમાં ટિટવાલા-આસનગાંવ સેક્શનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજને કારણે આજે લોકલ ટ્રેનની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની સેવા પર અસર પડશે.
મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં આજે રાતના ટિટવાલા અને આસનગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન (NE) લાઇન પર MSETCL દ્વારા 400 kV લાઇનના સ્ટ્રિંગિંગ કાર્ય માટે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે, જેને કારણે અમુક લોકલ ટ્રેનની સર્વિસ પર અસર પડશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું છે.
બ્લોક તારીખ: 18/19 માર્ચ, 2026 (બુધવાર/ગુરુવાર રાત્રે), જ્યારે બ્લોકનો સમય 19 માર્ચ, 2026, બપોરના 2:10 વાગ્યાથી 2:50 વાગ્યા સુધી રહેશે. બ્લોક કારણે ટિટવાલા અને આસનગાંવ વચ્ચે અપ અને ડાઉન (NE) લાઇન પર અસર રહેશે.
- . 22104 અયોધ્યા-એલટીટી એક્સપ્રેસ વાસિંદ ખાતે 02:27 કલાકથી 02:50 કલાક સુધી નિયમન કરવામાં આવશે અને 20થી 25 મિનિટ મોડી પહોંચશે.
- . 18030 શાલીમાર-એલટીટી એક્સપ્રેસ 02:37 કલાકથી 02:50 કલાક સુધી આસનગાંવ ખાતે નિયમન કરવામાં આવશે અને 10થી 15 મિનિટ મોડી પહોંચશે.
- . 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ 02:38 કલાકથી 02:50 કલાક સુધી અટગાંવ ખાતે નિયમન કરવામાં આવશે અને ટ્રેન 10થી 15 મિનિટ મોડી પહોંચશે.