Tue Oct 06 2026

Logo

કિંજલ અશૌક ચૌધરી પાસે પરત ફરતાં મુકેશ રબારીનું દર્દ છલકાયું, સોશિયલ મીડિયામાં લખ્યું - જે પ્રેમ કરે એ નફરત પણ કરી શકે

2026-09-12 10:41:00
Author: Mayur Patel
કિંજલ અશૌક ચૌધરી પાસે પરત ફરતાં મુકેશ રબારીનું દર્દ છલકાયું, સોશિયલ મીડિયામાં લખ્યું - જે પ્રેમ કરે એ નફરત પણ કરી શકે

અમદાવાદઃ સિંગર કિંજલ રબારી હાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા કિંજલ રબારીએ ગોતરકા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા મુકેશ રબારી સાથે સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં તે તેના પ્રેમી અને પહેલા પતિ મુકેશ ચૌધરી પાસે પરત ફરી હતી. આ સમયે તેના અપહરણ થયાના સમાચાર વહેતા થયા હતા. જોકે તેણીએ વીડિયો જાહેર કરીને આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. જે બાદ કિંજલ રબારી ગુજરાત હાઇ કોર્ટના શરણે પહોંચી હતી. તે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રહી હતી અને નિવેદન નોંધાવ્યું હતું કે, તેનું કોઈ અપહરણ થયું નથી. તેની સ્વેચ્છાએ મુકેશ ચૌધરી પાસે ગઈ છે.

કિંજલ રબારીના  સમાજના રીત રિવાજ મુજબના પતિ મુકેશ રબારીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.  તેણે કિંજલ સાથેના લગ્નની ત્રણ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.  એક પોસ્ટમાં તેણે લખ્યું  કે, જે વ્યક્તિ જોરદાર પ્રેમ કરી શકે, એ વ્યક્તિ એટલી જ જોરદાર નફરત પણ કરી શકે છે. ઉપરાત  પોસ્ટમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, જિંદગીમાં ક્યારેય આવી છોકરી ઉપર વિશ્વાસ ન કરાય અને પોતાના માતા-પિતાને આવી છોકરીઓના ભરોંસે ન મુકાય તેમ પણ લખ્યું છે. 

મુકેશે અન્ય પોસ્ટ શેર કરીને લખ્યું,,'એસે હી નહીં ટુટા વિશ્વાસ મેરા, મેને દેખા હૈ ઉસે કિસી ઔર કે લિયે મુજસે જુઠ બોલતે હુએ..'  ત્રીજી પોસ્ટમાં મુકેશે લખ્યું કે, મિરઝાપુર મુવી સે એક બાત તો સિખને કો મિલી, 'લવ હી તો હૈ, લાઇફ ટાઇમ થોડી હી રહતા હૈ.' અત્રે ઉલ્લેખનીય છે કે, કિંજલનો કથિત અપહરણ કાંડ પણ તે મુકેશ સાથે મિરઝાપુર ફિલ્મ જોવા ગઈ હતી, ત્યારે રચાયો હતો. ત્યારે મુકેશે મુકેલી આ પોસ્ટ તેને ટાર્ગેટ કરીને મુકાયેલી હોય તેવું નેટિઝન્સનું માનવું છે.

ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે 12 ઓગસ્ટે કિંજલ રબારીના બીજા લગ્ન થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જે મામલે અગાઉ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. જોકે કિંજલ કે મુકેશ રબારીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું. જોકે હાલ મુકેશે શેર કરેલી કિંજલના ફોટા સાથેની પોસ્ટ ચર્ચામાં આવી છે.

કિંજલ રબારીએ પરિવારની મરજી વિરુદ્ધ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેને લઈ તેઓ ચર્ચા અને વિવાદામાં આવી હતી. પાટણના અશોક ચૌધરી અને કિંજલ રબારીએ વર્ષ 2021ના પ્રેમ સંબંધ બાદ 2 મે, 2024ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા.

કોણ છે કિંજલ રબારી

રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.