Thu Sep 03 2026

Logo

આજે સંજુ સૅમસનને સાઉથ આફ્રિકા સામે રમાડવા મોહમ્મદ કૈફે આપ્યા વિચારવા જેવા કારણો

2026-02-22 17:42:53
Author: Ajay Motiwala
આજે સંજુ સૅમસનને સાઉથ આફ્રિકા સામે રમાડવા મોહમ્મદ કૈફે આપ્યા વિચારવા જેવા કારણો

અમદાવાદઃ વર્લ્ડ કપમાં ઓપનર સંજુ સૅમસનને અભિષેક શર્માને લીધે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે, પરંતુ ત્રણ મૅચથી અભિષેક શૂન્યમાં વિકેટ ગુમાવી રહ્યો હોવાથી હવે આજે સાઉથ આફ્રિકા સામેની સુપર-એઇટની મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)માં સૅમસનને ફરી રમવાનો મોકો મળી શકે એવી અટકળ વચ્ચે ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે (Mohammed Kaif) આ સંભાવનાની તરફેણમાં કેટલાક કારણો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય બૅટિંગ લાઇન-અપમાં લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનોની લાંબી કતાર છે.

સૅમસન (Samson)નો સાઉથ આફ્રિકા સામે બહુ સારો રેકૉર્ડ રહ્યો છે એ આપણે અગાઉ જાણી ગયા ત્યાર બાદ હવે કૈફે કહ્યું છે કે `ભારતીય ટીમના ટૉપ-ઑર્ડરમાં ઘણા લેફ્ટ-હૅન્ડઠ બૅટ્સમેન છે એટલે હરીફ ટીમ માટે યોજના બનાવવી થોડી આસાન થઈ જતી હોય છે. પહેલા ત્રણ સ્થાનના બૅટ્સમેન અભિષેક, ઇશાન કિશન અને તિલક વર્મા લેફ્ટ-હૅન્ડ છે અને એમાં જો રાઇટ-હૅન્ડ સૅમસનને સમાવવામાં આવે તો ભારતીય ટીમને થોડી મદદ મળી રહે અને હરીફ ટીમની યોજનાને અમુક અંશે નિષ્ફળ બનાવી શકાય.'

સૅમસન સાઉથ આફ્રિકા (South Africa) સામે ટી-20માં બે સદી ફટકારી ચૂક્યો છે. પાંચ મૅચની સિરીઝમાં તેણે પહેલી મૅચમાં 50 બૉલમાં 107 રન અને ચોથી મૅચમાં 56 બૉલમાં 109 રન કર્યા હતા. 2024ની સાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સૅમસનનો ચાર મૅચમાં 194.59નો સ્ટ્રાઇક-રેટ હતો અને તેણે 72.00ની સરેરાશ સાથે કુલ 216 રન બનાવ્યા હતા.

કૈફે એવું પણ કહ્યું કે `ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ રાઇટ-હૅન્ડ છે અને ત્યાર બાદ પાંચમા નંબરે જો હાર્દિક પંડ્યા રમે તો તે પણ રાઇટ-હૅન્ડ છે. ત્યાર પછી ફરી લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનોની કતાર શરૂ થઈ જાય જેમાં શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ છે.'

કૅપ્ટન સૂર્યકુમારે શનિવારે અભિષેકને પ્લેઇંગ-ઇલેવનમાં જાળવી રાખતો એક સંકેત આપ્યો ત્યારે સવાલ એ છે કે રાઇટી બૅટ્સમૅન સૅમસનને રમાડવો જ હોય તો કયા નંબર પર બૅટિંગ કરવા મોકલવો? તિલક વર્માએ ગયા વર્ષે ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારતને વિજય અપાવ્યો હતો. આ વખતે તિલકના સ્કોર્સ (25, 25, 25, 31) સાધારણ છે, પરંતુ તેને ડ્રૉપ કરવાનો નિર્ણય બુમરૅન્ગ સાબિત થઈ શકે