Mon May 18 2026

Logo

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભંડારમાં 782 બિલિયનનો ઘટાડો, વૈશ્વિક ચિંતા વધી

2026-05-18 18:45:33
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી વૈશ્વિક ક્રૂડ ઓઇલની  અછતનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ 28 ફેબ્રુઆરીથી 8 મે દરમિયાન મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઇલ પુરવઠામાં કુલ 782 મિલિયન બેરલનો ઘટાડો થયો છે.જે  આ મહિનાના અંત સુધીમાં 1 બિલિયન બેરલના સુધી પહોંચી શકે છે.

ક્રુડ ઓઈલ પુરવઠાનો અંદાજ પણ નકારાત્મક

નિષ્ણાતોના મતે અમેરિકા,  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે  યુદ્ધ ઝડપથી સમાપ્ત થવાની શકયતા નહિવત છે. જેના લીધે લાંબા સમય સુધી ઉર્જા પુરવઠો ખોરવાઈ શકે છે. તેમજ ક્રુડ ઓઈલ પુરવઠાનો અંદાજ પણ નકારાત્મક છે. 

ખાડી દેશોમાં ક્રુડ ઓઈલનું  દૈનિક ઉત્પાદન ઘટ્યું 

આ ઉપરાંત ખાડી દેશોમાં ક્રુડ ઓઈલના  દૈનિક ઉત્પાદનની દ્રષ્ટિએ  પરિસ્થિતિ ભયાનક છે. સાઉદી અરેબિયા દરરોજ 3 મિલિયન બેરલથી વધુ ક્રુડ ઓઈલ ઉત્પાદન ઘટી રહ્યું છે.  ઇરાકના ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં દરરોજ 2.88 મિલિયન બેરલનો ઘટાડો થયો છે. જ્યારે ઇરાનનું ઉત્પાદન દરરોજ 1.69 મિલિયન બેરલ ઘટ્યું છે. કુવૈતમાં પણ દૈનિક 1.75 મિલિયન બેરલનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ક્રુડ ઓઈલની માંગ પુરવઠા કરતાં વધી જશે.

વિશ્વમાં હાલ ક્રુડ ઓઈલના યુદ્ધ પૂર્વે નીકાળવામાં આવેલા જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી એ અગાઉ જણાવ્યું હતું કે વૈશ્વિક ક્રુડ ઇન્વેન્ટરી રેકોર્ડ સ્તરે છે  અને પરિણામે બજારમાં મોટા પાયે પુરવઠા સરપ્લસની સંભાવના હતી. જો કે, આ અંદાજ યુદ્ધ પૂર્વેનો હતો. તેમજ  આ વર્ષે  ક્રુડ ઓઈલની માંગ પુરવઠા કરતાં વધી જશે.

ક્રુડ ઓઈલ પુરવઠો દરરોજ આશરે 3.9 મિલિયન બેરલ ઘટવાનો અંદાજ 

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના તાજેતરના માસિક અહેવાલ મુજબ  આ વર્ષે વૈશ્વિક ક્રુડ ઓઈલ પુરવઠો દરરોજ આશરે 3.9 મિલિયન બેરલ ઘટશે. એજન્સીનો અંદાજ છે કે મિડલ ઇસ્ટમાં પુરવઠામાં પહેલાથી જ 10.5 મિલિયન બેરલ પ્રતિ દિવસનો ઘટાડો થયો છે.  જયારે માંગમાં નહિવત ઘટાડો જોવા  મળ્યો છે. 

 માંગ અને પુરવઠા વચ્ચે એક મોટો ગેપ જોવા મળશે

જેના પગલે સમગ્ર વિશ્વના ક્રુડ ઓઈલનો વપરાશ ઘટાડવો એક માત્ર ઉપાય છે. તેમજ જો એમ કરવા નહી આવે તો એક સમય એવો આવશે કે ક્રુડ ઓઈલની  માંગ અને પુરવઠા વચ્ચે એક મોટો ગેપ જોવા મળશે.  જેના લીધે સમગ્રમાં તેના ભાવમાં ધરખમ વધારો થશે.