ઑસ્ટ્રિયા સામે બે અદ્ભુત ગોલથી અપાવ્યો 2-0થી વિજય
અર્લિંગ્ટન (અમેરિકા): ફૂટબૉલ કિંગ લિયોનેલ મેસીએ સોમવાર, 22મી જૂને ઐતિહાસિક બે ગોલ કરીને આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચાડી દીધું હતું. વર્લ્ડ કપના ઇતિહાસમાં મેસી હવે સૌથી ગોલ કરનારો ખેલાડી બન્યો છે. મેસીનો આ વિક્રમજનક છઠ્ઠો વર્લ્ડ કપ છે અને આ છ વર્લ્ડ કપમાં તેણે કુલ 18 ગોલ કર્યા છે. તેણે જર્મનીના મિરોસ્લાવ ક્લૉઝનો કુલ 16 ગોલનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
આર્જેન્ટિનાએ સોમવારે ઑસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું હતું. બંને અદ્ભુત ગોલ 38 વર્ષીય મેસીએ 38મી અને 95મી મિનિટમાં કર્યા હતા. એમાંનો પહેલો વર્લ્ડ કપમાં ઇતિહાસનો કુલ તેનો 17મો ગોલ હતો. એ સાથે તેણે મિરોસ્લાવના 16 ગોલનો દાયકાઓ જૂનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. ત્યાર પછી મેસીએ 18મો ગોલ કરીને પોતાનો રેકૉર્ડ વધુ મજબૂત કર્યો હતો.
History is made.
— FIFA (@FIFAcom) June 22, 2026
Lionel Messi is the all-time top goalscorer in @FIFAWorldCup history! 🤩🇦🇷 pic.twitter.com/iv8Oelxic2
બરાબર 40 વર્ષે મૅરડોનાનાં બે ગોલ બાદ મેસીના બે વિનિંગ ગોલ
બરાબર 40 વર્ષ પહેલાં (1986ના વર્લ્ડ કપની 22મી જૂને) ડિયેગો મૅરડોનાએ ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં બે ગોલ કરીને એકલા હાથે આર્જેન્ટિનાને જિતાડ્યું હતું. જોકે એમાં મૅરડોનાનો એક ‘હૅન્ડ ઑફ ગૉડ' ગોલ આજ સુધી વિવાદમાં રહ્યો છે.
Primer golaso de Messi hoy.
— SIEMPRE ADELANTE (@VIVIRLAVIDA6512) June 23, 2026
🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷💪 pic.twitter.com/b8Y2cgfl19
આર્જેન્ટિનાના પાંચ ગોલ, તમામ મેસીએ કર્યા
આ વખતના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના બે મૅચ રમ્યું છે જેમાં એના નામે કુલ પાંચ ગોલ છે. એ તમામ પાંચ ગોલ મેસીએ કર્યા છે. તેણે ગયા અઠવાડિયે હૅટ-ટ્રિક ગોલથી આર્જેન્ટિના (Argentina)ને અલ્જીરિયા સામે 3-0થી જિતાડ્યું હતું. સોમવારે મેસીના બે ગોલની મદદથી આર્જેન્ટિનાએ ઑસ્ટ્રિયાને 2-0થી માત આપી હતી.
@FIFAWorldCup @FIFAcom pic.twitter.com/t7kEOYsRxx
— Beyond Club Badge (@BeyondClubBadge) June 23, 2026
...તો મેસીનાં નામે મૅચમાં ત્રણ ગોલ હોત!
મેસી (Messi)ને સોમવારે ઑસ્ટ્રિયા સામેની મૅચમાં શરૂઆતમાં જ પેનલ્ટી કિકથી ગોલ કરીને વર્લ્ડ રેકૉર્ડ ત્યારે જ તોડવાની સુવર્ણ તક હતી. ભૂતકાળમાં 32 વખત પેનલ્ટી કિકમાં નિષ્ફળ ગયેલો મેસી આ પેનલ્ટી કિકમાં ગોલ નહોતો કરી શક્યો. જોકે મેસીએ 38 મિનિટમાં મૅચનો પહેલો ગોલ કરીને (કુલ 17મો ગોલ કરીને) વિશ્વવિક્રમ પોતાના નામે કરી લીધો હતો. ત્યાર બાદ છેક મૅચના અંતે 90 મિનિટના મુખ્ય સમય પછી પાંચમી મિનિટમાં (95મી મિનિટમાં) મેસીએ બીજો ગોલ કરીને સૌને ચોંકાવી દીધા હતા.
My view of Lionel Messi’s second goal today.
— D Dowd (@david_m_dowd) June 22, 2026
He receives the ball here… and 12 seconds later the GOAT adds another World Cup goal to his all-time record.
Will we ever see another player like Messi?#Messi #WorldCup #Argentina pic.twitter.com/BNKPM7TkW5
મેસીના બંને અદ્દભુત ગોલ પર એક નજર...
38મી મિનિટમાં મેસીએ ફ્યુકૅન્ડો મેડિનાનાં આસિસ્ટથી બૉલ પોતાના કબજામાં લીધો હતો અને બોક્સની મધ્યમાંથી ડાબા પગની કિકથી બૉલને ગોલ પોસ્ટના ડાબા તળિયે નેટમાં મોકલી દીધો હતો.
95 મિનિટમાં મેસીએ ગોલ પોસ્ટની દિશામાં આગળ વધતી વખતે બોલ જુલિયન અલ્વારેઝને પાસ કર્યો હતો. પોતાના સ્થાનેથી જ બૉલને નેટમાં મોકલી શક્યો હોત, પરંતુ ત્યાંથી પોતાનાથી ગોલ નહીં થઈ શકે એવા ડરથી તેણે બોલ મેસી તરફ પાછો મોકલ્યો હતો જેણે એક શૉટમાં બૉલ ઑસ્ટ્રિયાના પ્લેયર દ્વારા અટકાવવામાં આવ્યા બાદ બીજી ક્ષણે ફરી એક કિકમાં બૉલ નેટમાં મોકલી દીધો હતો.