Tue Oct 06 2026

Logo

જરાંગેનો યુ-ટર્ન: તબિયત બગડવા છતાં મુંબઈ આવવા મક્કમ, હવે આવતીકાલે બપોરે નીકળશે યાત્રા

2026-09-16 22:35:31
Author: Mumbai Samachar Team
જરાંગેનો યુ-ટર્ન: તબિયત બગડવા છતાં મુંબઈ આવવા મક્કમ, હવે આવતીકાલે બપોરે નીકળશે યાત્રા

The Hindu


મરાઠા કાર્યકર્તાઓને મુંબઈ પહોંચવા માટે તારીખ જાહેર નહીં કરે, રાજ્ય સરકાર તરફથી નવો પ્રસ્તાવ આવવાની જોઈ રહ્યો છે રાહ

મુંબઈ/છત્રપતિ સંભાજીનગર: મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ આજે સાંજે જણાવ્યું હતું કે તેઓ તબીબી સારવાર માટે બીડ જિલ્લાના પાટોદા ખાતે એક દિવસ માટે રોકાશે અને આંદોલનને ચાલુ રાખવા માટે ગુરુવારે બપોરે મુંબઈ તરફ તેમની યાત્રા ફરી શરૂ કરશે.તેમણે કહ્યું કે જો રસ્તામાં કોઈ તેમને રોકે, તો મરાઠા સમુદાયના સભ્યોએ મહારાષ્ટ્રની રાજધાની (મુંબઈ) તરફ જવા માટે રવાના થઈ જવું. 

અનામતની માંગણીઓ માટે જરાંગેના ઉપવાસનો  ૧૯મો દિવસ છે; તેઓ બુધવારે વહેલી સવારે પાટોદા પહોંચ્યા હતા અને ત્યાં રોકાયા હતા, કારણ કે ગંભીર ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓને કારણે ડોક્ટરોએ તેમને તાત્કાલિક સારવાર લેવાની સલાહ આપી હતી.

આને પગલે એવી અટકળો ફેલાઈ હતી કે મનોજ જરાંગેની મુંબઈ યાત્રા આગળ વધી શકશે નહીં, પરંતુ બુધવારે સાંજે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, "હું કોઈની વાત માનવાનો નહોતો, પરંતુ નારાયણગઢના ધાર્મિક નેતાઓએ મને સારવાર લેવા કહ્યું હતું, પરંતુ હું ગુરુવારે બપોરે ૧ વાગ્યા પછી મુંબઈ જવા રવાના થઈશ. હું આજે રાત્રે સારવાર લઈશ અને આવતીકાલે (ગુરુવારે) મુંબઈ જવા નીકળી જઈશ."

"મરાઠા સમુદાયના સભ્યોએ મુંબઈ ક્યારે આવવું તે માટે હું કોઈ તારીખ જાહેર નહીં કરું. સરકાર તરફથી એકાદ કલાકમાં (પ્રસ્તાવોનો) નવો મુસદ્દો આવી શકે છે. તેથી હું અત્યારે તારીખ જાહેર નહીં કરું," એમ પણ તેમણે કહ્યું હતું. 

"જોઈએ કોણ મને મુંબઈમાં પ્રવેશતા રોકે છે. જો તેઓ મને પ્રવેશવા નહીં દે, તો હું મરાઠા સમુદાયના લોકોને બોલાવીશ," એવી ચેતવણી આ આંદોલનકારીએ આપી હતી. તેઓ પાત્ર મરાઠાઓ માટે કુણબી જાતિના પ્રમાણપત્રોની માંગ કરી રહ્યા છે જેથી તેઓ ઓબીસી (OBC) ક્વોટામાં અનામત મેળવી શકે. જરાંગેએ કહ્યું કે તેમણે પોલીસને એવી જાણ કરી હતી કે તેઓ ૮ થી ૧૦ વાહનોના કાફલા સાથે મુસાફરી કરશે.

તેમણે કહ્યું કે હાલમાં અન્ય લોકોએ તેમની સાથે આવવું જોઈએ નહીં. "જો મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ)ને લાગતું હોય કે મારું સ્વાસ્થ્ય મહત્વનું છે, તો તેમણે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ," એમ કહીને જરાંગેએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે સમયબદ્ધ કાર્યક્રમની માગણી કરી હતી. પોતાની માંગણીઓ જણાવતા તેમણે કહ્યું કે સરકારે પાત્ર મરાઠાઓને કુણબી જાતિના પ્રમાણપત્રો આપવા માટે સાતારા અને ઔંધ રાજ્યના ગેઝેટનો અમલ કરવો જોઈએ