Tue Oct 06 2026

Logo

પોરબંદર દરિયામાં ATS અને કોસ્ટ ગાર્ડની મોટી કાર્યવાહી:  200 કિલો ડ્રગ્સ ઝડપાયું

2026-02-17 13:21:00
Author: Devayat Khatana
પોરબંદર દરિયામાં ATS અને કોસ્ટ ગાર્ડની મોટી કાર્યવાહી:  200 કિલો ડ્રગ્સ ઝડપાયું

પોરબંદર: ગુજરાત એટીએસ (ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદર નજીક અરબી સમુદ્રમાં એક સફળ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં એક શંકાસ્પદ ફિશિંગ બોટમાંથી ૨૦૦ કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે

મળતી વિગતો અનુસાર, ગુજરાત નજીક અરબ સાગરમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન ઈરાનથી આવી રહેલી એક શંકાસ્પદ ફિશિંગ બોટને આંતરવામાં આવી હતી, જેમાંથી ૨૦૦ કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. એટીએસના જણાવ્યા અનુસાર, આ હાઈ-સી ઓપરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સના કારોબાર પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન ફિશિંગ બોટમાં સવાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ ડ્રગ્સના જથ્થાને દરિયાઈ માર્ગે ઘુસાડવાની પેરવીમાં હતા. પકડાયેલા બંને આરોપીઓ અને જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવશે.  હાલ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.