Sat Sep 05 2026

Logo

કેરલમમાં સીએમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં શશિ થરૂરની ગેરહાજરીથી અટકળો તેજ, જાણો કારણ

2026-05-18 16:32:37
Author: Chandrakant Kanoja
કેરલમમાં સીએમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં શશિ થરૂરની ગેરહાજરીથી અટકળો તેજ, જાણો કારણ

તિરુવનંતપુરમ : કેરલમમાં એક દાયકા બાદ કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ સરકારની રચના કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના સીનિયર નેતા વીડી  સતીશને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે,  મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરૂર હાજર ન રહેતા અનેક અટકળો શરૂ થઇ હતી. પરંતુ મળતી માહિતી મુજબ શશિ થરૂર અમેરિકા હોવાથી આ સમારંભમાં હાજર રહી શકયા ન હતા. 

સતીશનની સાથે મંત્રીમંડળના 20 મંત્રીઓએ પણ શપથ લીધા

સીએમ વીડી સતીશનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને  મલ્લિકા અર્જુન ખડગે સહિત અનેક નેતાઓ  આ ભવ્ય સમારોહમાં હાજર હતા. જેમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વીડી સતીશનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. સતીશને ભગવાનના નામે શપથ લીધા હતા. આ પ્રસંગે  સમર્થકોના જોરદાર નારાઓથી આખું મેદાન ગુંજી ઉઠ્યું  હતું. સતીશનની સાથે મંત્રીમંડળના 20 મંત્રીઓએ પણ શપથ લીધા છે.

શશિ થરૂર અમેરિકામાં 

જ્યારે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરૂર હાજર ન રહેતા અનેક અટકળો શરૂ થઇ હતી. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર  શશિ થરૂર હાલમાં ભારતમાં નથી. પરંતુ અમેરિકાના બોસ્ટનમાં સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટી ના દીક્ષાંત સમારોહમાં મુખ્ય ભાષણ આપવાના છે.