Sun May 03 2026

Logo

કેરલમમાં રાજકીય ઉથલપાથલના એંધાણઃ પરિણામ પહેલા મુખ્યમંત્રીએ બદલ્યો સોશિયલ મીડિયા પર Bio

2026-05-03 21:17:42
Author: Mumbai Samachar Team
Article Image

કોચીઃ કેરલમના મુખ્યમંત્રી પિનારાઈ વિજય એ રાજ્યમાં તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા આજે પોતાના સોશિયલ મીડિયા પર બાયો બદલી નાંખ્યું છે. વિજયને પોતાનો વ્યક્તિગત બાયો બદલતા લખ્યું હતું કે, પોલિટ બ્યૂરો મેમ્બર, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એવું લખ્યું હતું. આના પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, કેરલમમાં કોઈ મોટી ઉથલપાથલ થવાની છે. 

મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પોતાના ગૃહરાજ્યમાંથી સતત ત્રીજી વખત જીતી રહ્યા છે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ક્ષેત્ર લેફ્ટ માટે એક જાણીતા કિલ્લા સમાન છે. વર્ષ 2026ની ચૂંટણી કોંગ્રેસના નેતૃત્વમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ તથા ભાજપના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ વચ્ચે બરબરની ટક્કર સમાન હતી.

જાણો આંકડાકીય રિપોર્ટ 

વિજયને વર્ષ 2016માં અને 2021માં ધર્મદમ બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવી હતી. વર્ષ 2021ની ચૂંટણી દરમિયાન વિજયન 95,522 (59.8%) મત મળ્યા હતા. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના ઉમેદવાર સી રધુનાથનને કુલ મતના 28.4% મત મળ્યા હતા.


વર્ષ 2016માં કેરળમના મુખ્યમંત્રી જેમણે પહેલીવાર આ બેઠક પરથી ચૂંટણી લડી, UDFના સભ્ય દીવાકરણથી  30,905 મતના અંતરથી જીત મેળવી હતી. વિજયનને 87,329 મત મળ્યા હતા. દીવાકરણને 50,424  લોકોએ મત આપ્યા હતા. 

9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં કેરળમમાં મતદાન થયું હતું. 78.27 ટકા મતદાન થયું હતું. વર્ષ 2021ની ચૂંટણીમાં LDFએ ભવ્ય જીત મેળવી હતી, રાજ્યમાં દર પાંચ વર્ષે અહીં સરકાર બદલી દેવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ ટ્રેન્ડ 2021માં તૂટી ગયો હતો. 

એક્ઝિટ પોલની તુલના

એ પહેલા UDFને ફટકો પડ્યો હતો. એક્ઝિટ પોલના અનુમાન કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા ગઠબંધન પક્ષોને રાહત આપતા રહ્યા હતા. આ વખતેના એક્ઝિટ પોલમાંથી જાણવા મળ્યું છે કે, UDF વિધાનસભાની ચૂંટણી જીતી શકે છે. UDF બુહમતથી સરકાર બનાવશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. 

140 સભ્યોની વિધાનસભામાં 78થી 90 બેઠક પર જીત થશે. જ્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ 49થી 62 બેઠક પર જીત મેળવી શકે છે. આ બધા મુદ્દાઓ કરતા કેરળમના આ મુખ્યમંત્રીએ પોતાના બાયોમાં જે ફેરફાર કર્યા એ મુદ્દો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. અનેક પ્રકારની વાતો થઈ રહી છે. ચર્ચા એવી પણ છે કે, મુખ્યમંત્રીને કેટલાક અણસાર પહેલાથી આવી ચૂક્યા છે, જોકે પરિણામ આવ્યા બાદ જ ખરી રાજકીય સ્થિતિ સ્પષ્ટ થશે.