Mon Oct 05 2026

Logo

ખાનગી કંપનીઓની ડીઝલના વેચાણ પર સ્ટોક લિમિટ, Jio-bp અને નાયરા બાદ હવે સરકારી કંપનીઓ ભરી શકે છે મોટું પગલું

2026-09-29 14:05:00
Author: Mumbai Samachar Team
ખાનગી કંપનીઓની ડીઝલના વેચાણ પર સ્ટોક લિમિટ, Jio-bp અને નાયરા બાદ હવે સરકારી કંપનીઓ ભરી શકે છે મોટું પગલું

છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. તેનું કારણ મિડલ ઇસ્ટમાં રહેલા તણાવને કારણે સપ્લાયમાં આવેલી મુશ્કેલી છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ગાડીમાં ડીઝલનો ઉપયોગ કરો છો તો આ જાણકારી તમારા માટે છે કારણ કે તમે પેટ્રોલ પંપો પર ચોક્કસ લિમિટમાં જ ડીઝલ ખરીદી શકશો.  

હકીકતમાં, ખાનગી ઇંધણ કંપનીઓ નાયરા એનર્જી અને જિયો-બીપી (Jio-bp) એ તેમના પેટ્રોલ પંપ પર ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી કરી છે, જેની પાછળના કારણની વાત કરીએ તો તેનું કારણ ડીઝલના ભાવમાં મોટો તફાવત છે.

ડીઝલનો સ્ટોક ઓછો થયો

સસ્તું ડીઝલ મળવાને કારણે મોટા ગ્રાહકો પણ રિટેલ પેટ્રોલ પંપો પરથી વધુ માત્રામાં ડીઝલ ખરીદી રહ્યા છે. હવે આના કારણે પેટ્રોલ પંપો પર ડીઝલનો સ્ટોક ઘટી થઈ રહ્યો છે.

બલ્ક અને રિટેલ ડીઝલની કિંમતોમાં કેમ અંતર આવ્યું?

આ અંતર પાછળનું સૌથી મોટું કારણ પેટ્રોલ પંપ અને બલ્ક ગ્રાહકોને મળતા ડીઝલની કિંમતો વચ્ચેનો તફાવત છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમત પણ 108 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે.
ત્યાર પછી પણ રિટેલ પેટ્રોલ પંપો પર ઇંધણના ભાવમાં મે મહિનાથી કોઈ વધારો જોવા નથી મળ્યો.
આની સાથે જ, બલ્ક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે નક્કી કરવામાં આવી રહી છે.

કેટલા રૂપિયાનું અંતર?

જણાવી દઈએ કે છૂટક (રિટેલ) અને જથ્થાબંધ (બલ્ક) ડીઝલના ભાવમાં તફાવત જોવા મળ્યો છે, આ તફાવત લગભગ 40 રૂપિયા પ્રતિ લીટર જેટલો હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે મોટા ગ્રાહકો સસ્તું ડીઝલ ખરીદવા માટે રિટેલ પંપ પર પહોંચી રહ્યા છે અને ડીઝલ સસ્તું મળવાને કારણે તેઓ તેમની જરૂરિયાતનો મોટો હિસ્સો રિટેલ પંપોમાંથી ખરીદી રહ્યા છે.

એક દિવસમાં કેટલું મળશે ડીઝલ?

પ્રાપ્ત જાણકારી અનુસાર, Nayara Energyએ પોતાના આઉટલેટ પર ડીઝલ ખરીદવાની લિમિટ નક્કી કરી દીધી છે અને હવે એક ગ્રાહક એક દિવસમાં મહત્તમ  70 લીટરથી 200 લીટર સુધી ડીઝલ ખરીદી શકે છે. તો Jio-bpના પેટ્રોલ પંપ પર હવે એક ગ્રાહકને એક દિવસમાં મહત્તમ 50 લીટર ડીઝલ આપવાની લિમિટ નક્કી કરવામાં આવી છે.