Sun Sep 06 2026

Logo

ઈરાનમાં ખામેનીના ચારે પુત્ર સુરક્ષિત, પહેલા માર્યા ગયા હોવાના આવ્યા હતા અહેવાલ...

tehran   2026-03-07 16:02:51
Author: Chandrakant Kanoja
ઈરાનમાં ખામેનીના ચારે પુત્ર સુરક્ષિત, પહેલા માર્યા ગયા હોવાના આવ્યા હતા અહેવાલ...

તહેરાન: મિડલ ઈસ્ટમાં હજુ પણ સ્થિતી તણાવપૂર્ણ છે. જેમાં અમેરિકા અને  ઇઝરાયલના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની હત્યા કરવામાં આવી  હતી. જોકે, આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના ચારે પુત્રો સુરક્ષિત હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ ચારે લોકોની તસવીર પણ જોવા મળી છે. આ પૂર્વે એવા અહેવાલ આવ્યા હતા કે તેમના પુત્રો પણ હુમલામાં માર્યા ગયા છે. 

સુપ્રીમ લીડર ખામેનીના ચાર પુત્રો 

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના ચાર પુત્રો આયતુલ્લા મુસ્તફા ખામેની, આયતુલ્લા મુજતબા ખામેની, હુજ્જત ઉલ-ઇસ્લામ વાલ-મુસ્લિમીન મસૂદ ખામેની અને હુજ્જત ઉલ-ઇસ્લામ વાલ-મુસ્લિમીન મેઇસામ ખામેની છે.

ઈરાન શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી

ઇરાનમાં ખામેનીના મૃત્યુ બાદ  ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો છે. જેમાં બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. અમેરિકા  કોઈપણ કિંમતે ઈરાન પર દબાણ જાળવી રાખવા માંગે છે. જ્યારે ઈરાન શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. જેમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની  મૃત્યુ થયું હતું. તેની બાદ એવી ચર્ચા ચાલી રહી હતી કે ખામેનીના પુત્ર આયતુલ્લા મુજતબાને ઈરાનના સર્વોચ્ચ નેતા નિયુક્ત  કરી શકાય છે. જોકે આ પદ માટે હજુ સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી.

કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે

હાલ આ યુદ્ધ માત્ર મિડલ ઈસ્ટ પૂરતું સીમિત ન રહેતા વૈશ્વિક અર્થતંત્રને પણ ડૂબાડી શકે છે. કતરના ઉર્જા મંત્રીએ ચેતવણી આપી છે કે જો ઉર્જા નિકાસ બંધ થશે તો કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે. હાલમાં જ અમેરિકી ક્રૂડ ઓઈલ 90 ડોલરને પાર કરી ગયું છે, જે બે વર્ષમાં સૌથી વધુ છે.