Thu Apr 23 2026

Logo

ભારત આવી રહેલા જહાજ પર ઈરાનનો હુમલો: IRGC એ બે જહાજો જપ્ત કર્યા

2026-04-22 17:11:17
Author: Mumbai Samachar Team
Article Image

હોર્મુઝની ખાડીમાં ઈરાની સેનાની કાર્યવાહી: ગુજરાતના મુન્દ્રા પોર્ટ આવી રહેલું જહાજ હવે ઈરાનના કબજામાં

તહેરાન/નવી દિલ્હીઃ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ બે જહાજ પર હુમલો કરીને કબજામાં લીધા છે. આ જહાજને જપ્ત કરીને ઈરાન લઈ જવામાં આવી રહ્યા છે, જેમાંથી એક ભારત આવી રહ્યું હતું. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામથી લઈને શાંતિમંત્રણાઓ વચ્ચે હોર્મુઝમાંથી ભારત આવી રહેલા જહાજ પર ઈરાનની આર્મી દ્વારા કરેલી કાર્યવાહીથી ભારત-ઈરાન વચ્ચેના સંબંધો પણ ગંભીર સવાલો ઊભા થઈ શકે. 

હુમલાને કારણે દરિયાઈ પરિવહન માટે ચિંતા
મળતી માહિતી અનુસાર આ જહાજની ઓળખ MSC Francesca અને Epamninodes તરીકે કરવામાં આવી છે. હાલમાં જહાજના માલિકનો સંપર્ક કરી શકયા નથી. જહાજ ટ્રેકિંગ ડેટા અનુસાર ઈરાન તરફથી જપ્ત કરવામાં આવેલા ઈપામિનોડાસ જહાજ ગુજરાતના મુન્દ્રા પોર્ટ જઈ રહ્યું હતું, જે જહાજ દુબઈથી પોતાની સફર શરુ કરીને ભારત તરફ આવી રહ્યું હતું, ત્યારે આઈઆરજીસીએ એના પર હુમલો કરીને પોતાના કબજામાં લીધું છે. લાઈબિરિયાના ઝંડાવાળું ઈપામિનોડાસ નામનું જહાજને કબજામાં લેવામાં આવ્યું છે. ભારત આવી રહેલા જહાજને જપ્ત કરવામાં આવ્યા પછી દરિયાઈ પરિવહન મુદ્દે ભારત માટે ગંભીર સંકટ ઊભું થયું છે.

જપ્ત કરેલા જહાજ ઈરાનની દરિયાઈ હદમાં
ઈરાનના નૌકાદળ દ્વારા જારી નિવેદનમાં જણાવ્યું છે કે મંજૂરી વિના બંને જહાજ (MSC Francesca અને Epamninodes) ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા. તેમની નેવિગેશન સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, જેનાથી દરિયાઈ સુરક્ષાને જોખમ ઊભું થયું હતું. તેમની આઈઆરજીસી નૌકાદળ જપ્ત કર્યા છે અને ઈરાનના દરિયાઈકિનારા પર લાવવામાં આવી રહ્યા છે. આ બંને જહાજ હાલમાં ઈરાનની દરિયાઈ હદમાં છે, જ્યાં તેમના સામાન, દસ્તાવેજો સહિત અન્ય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.

અમેરિકાને ઈરાનની સ્પષ્ટ ચેતવણી
આઈઆરજીસીએ પશ્ચિમ એશિયામાં અમેરિકન તેલ કંપનીઓ અને તેલ કુવાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. ઈરાને ચેતવણી આપી છે કે જો તેમના પરંપરાગત માળખાઓને નિશાન કરવામાં આવ્યા તો વેસ્ટ એશિયામાં અમેરિકન માલિકી હેઠળના જેટલા પણ કૂવા હશે તેને તબાહ કરવામાં આવશે. ઈરાનએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની માલિકી તમામ અમેરિકન તેલ કંપનીઓને વીણી વીણીને હુમલો કરવામાં આવશે.