Wed Sep 02 2026

Logo

ઈરાનના નવા સુપ્રીમો લીડરની અમેરિકાને ખુલ્લી ધમકી, હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે અને પિતાના મોતનો બદલો લઈશું

Tehran   2026-03-12 20:34:16
Author: Mumbai Samachar Team
ઈરાનના નવા સુપ્રીમો લીડરની અમેરિકાને ખુલ્લી ધમકી, હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે અને પિતાના મોતનો બદલો લઈશું

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને લઈ હવે ઈરાન લડી લેવાના મૂડમાં છે. દ્વીપને લઈને અમેરિકાને આપેલી ધમકી બાદ હવે તાત્કાલિક એક્શન લેવાના શરૂ કરી દીધા છે. ઈરાન હવે અમેરિકાની ધમકીઓથી ડરવાનું નથી. એવું ઈરાની અધિકારીઓના તેવર પરથી કહી શકાય છે. ઈરાનના નવા સુપ્રીમો મુજ્તબા ખામનેઈએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે તેમણે એ વાતની સ્પષ્ટતા કરી છે કે, હવે ઈરાન પાસે આવેલી હોર્મુઝ ક્રિક બંધ થશે. 

ઈરાન દરેક મોતનો બદલો લેશે

સુપ્રીમોએ કહ્યું હતું કે, અમે કોઈની પણ શહીદીને ભૂલવાના નથી. ઈરાનના લોકો બરોબરનો બદલો લેશે. દરેક બાળકોની મોતનો બદલો લેવાશે. આ સાથે તેમણે પાડોશી દેશને કહ્યું હતું કે,તેઓ અમેરિકાના બેઝ કેમ્પને દૂર કરી દે. અમે મિડલ ઈસ્ટમાં આવેલા દરેક અમેરિકાના બેઝ પર હુમલો કરીશું. ઈરાની સૈન્ય મજબૂતીથી જવાબ આપી રહ્યું છે. પોતાના દેશની સુરક્ષા કરી રહ્યું છે. દુશ્મનોના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈરાનના લોકોને તેમણે કહ્યું કે, ઈરાની લોકો શાંતિ રાખજો. હું ખાતરી આપું છું કે, દરેક સૈનિકની શહીદીનો બદલો લઈશું. 

સંબંધો સારા રાખવા ઈચ્છીએ છીએ

સુપ્રીમો ખામનેઈએ ઉમેર્યું હતું કે, અમે અખાતી દેશ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ.અમે ક્યારેય અમારા પાડોશીઓ પર હુમલો નથી કર્યો. અમે માત્ર અમેરિકાના બેઝકેમ્પ પર જ હુમલો કર્યો છે. દુશ્મનો જ્યારે આ વિસ્તારમાં હુમલો કરી રહ્યા હતા એનો વળતો જવાબ આપ્યો છે. હવે હમે દુશ્મનો પાસેથી એની ભરપાઈ કરીશું. દુશ્મન જો ભરપાઈ નહીં કરવા દે તો અમને જેટલી જરૂરી લાગશે એટલી સંપત્તિ કબજે કરી લેવાશે. એવું નહીં થાય તો એ સંપત્તિનો ખાતમો બોલાવી દઈશું. સુપ્રીમો તરીકે આવ્યા બાદ મુજ્તબા ખામનેઈનું આ પહેલું નિવેદન છે. પણ હજુ સુધી તે કેમેરા સામે દેખાયા નથી.