Wed Sep 02 2026

Logo

કોણ જશે ફાઈનલમાં? બેંગ્લૂરુ કે ગુજરાત?

2026-05-23 12:20:00
Author: Ajay Motiwala
કોણ જશે ફાઈનલમાં? બેંગ્લૂરુ કે ગુજરાત?

બન્ને ધરખમ ટીમ વચ્ચે રમાશે ક્વૉલિફાયર-વન: હૈદરાબાદ શુક્રવારે જીતીને પણ ત્રીજા નંબરે રહ્યું

હૈદરાબાદ: શુક્રવારે રાત્રે અહીં હૈદરાબાદે બેંગ્લૂરુને 55 રનથી હરાવી દીધું એમ છતાં હૈદરાબાદ (Hyderabad)ની ટીમમાં જીત્યા જેવો ઉત્સાહ નહોતો જેનું કારણ એ હતું કે પેટ કમિન્સના નેતૃત્વમાં આ ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા બે સ્થાનમાં આવવામાં નિષ્ફળ રહી હતી અને બેંગ્લૂરુ (Bengaluru)ની ટીમ હારી જવા છતાં ટોપ-ટૂમાં રહી હતી.

બેંગ્લૂરુ-ગુજરાત વચ્ચે મંગળવારે ટક્કર

નિયમ મુજબ લીગ રાઉન્ડને અંતે જે બે ટીમ પહેલા બે સ્થાનમાં રહે એ બે ટીમ ક્વૉલિફાયર-વનમાં રમે અને એ મુકાબલામાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જાય. બેંગ્લોર અને ગુજરાતની ટીમ પહેલા બે સ્થાનમાં રહી છે અને એમની વચ્ચે મંગળવારે ધરમશાલામાં ક્વૉલિફાયર-વન રમાશે. પ્લે-ઑફમાં અગાઉ જ પહોંચી ગયેલી હૈદરાબાદની ટીમ ત્રીજા નંબરે છે અને એણે ચોથા નંબરની ટીમ સામે બુધવારે એલિમિનેટરમાં રમવું પડશે.

પ્લે-ઑફની ચોથા નંબરની ટીમ બનવા માટે રાજસ્થાન, પંજાબ કોલકાતા અને (અમુક અંશે) દિલ્હી વચ્ચે હરીફાઈ છે. મુંબઈ, લખનઊ તથા ચેન્નઈની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે બેંગ્લૂરુનની ટીમ 2025માં પહેલી વખત ચેમ્પિયન બની હતી. ગુજરાતની ટીમે 2022ની ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી જીતી લીધી હતી.

ઈશાન કિશન મૅન ઑફ ધ મૅચ

શુક્રવારે હૈદરાબાદે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 255 રન કર્યા હતા. એમાં ઈશાન કિશન (79 રન, 46 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર), અભિષેક શર્મા (56 રન, બાવીસ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર), હિન્રીક ક્લાસેન (51 રન, 24 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) અને નીતીશકુમાર રેડ્ડી (29 અણનમ, 12 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. બેંગલૂરુ વતી પેસ બોલર રસિખ સલામે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટે 200 રન બનાવી શકી હતી. કેપ્ટન રજત પાટીદાર (56 રન, 39 બૉલ, એક સિક્સર, છ ફોર), ઓપનર વેંકટેશ ઐયર (44 રન, 19 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર), કૃણાલ પંડ્યા (41 અણનમ, 31 બૉલ, પાંચ ફોર)ના યોગદાન એળે ગયા હતા. ઇશાન કિશનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આજે કોની મૅચ?

પંજાબ વિરુદ્ધ લખનઊ
લખનઊમાં, સાંજે 7.30