Mon Oct 05 2026

Logo

એશિયન ગેમ્સઃ ભારતીય મહિલા હૉકી ટીમે સિંગાપોરને 7-0થી કચડ્યું, બુધવારે સેમિફાઈનલમાં કોરિયા સામે ટકરાશે

Kakamigahara   2026-09-27 20:52:34
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સઃ ભારતીય મહિલા હૉકી ટીમે સિંગાપોરને 7-0થી કચડ્યું, બુધવારે સેમિફાઈનલમાં કોરિયા સામે ટકરાશે

કાકામિગાહારાઃ સુનેલિતા ટોપ્પોના બે ગોલની મદદથી ભારતીય મહિલા હૉકી ટીમે આજે અહીં એશિયન ગેમ્સના અંતિમ પુલ-બી મેચમાં સિંગાપોરને 7-0થી હાર આપી હતી. હવે કોરિયા સાથે સેમિફાઇનલ મુકાબલો થશે. પાંચ મેચમાંથી પાંચ જીત સાથે ભારત પુલ-બીમાં ટોચ પર છે. સેમિફાઇનલ હવે 30 સપ્ટેમ્બરે રમાશે.

ભારત તરફથી કેપ્ટન સલીમા ટેટે (17મી મિનિટ), સુનેલિતા (22મી, 24મી), લાલરેમસિયામી (26મી મિનિટ), રુતુજા દાદાશો પિસાલ (29મી મિનિટ), નિક્કી પ્રધાન (35મી મિનિટ) અને દીપિકા (55મી મિનિટ) એ ગોલ કર્યા હતા. 
ગત ચેમ્પિયન અને વર્તમાન ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન બીજા સેમિફાઇનલમાં યજમાન જાપાનનો સામનો કરશે. ગત ચેમ્પિયન અને વર્તમાન ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન બીજા સેમિફાઇનલમાં યજમાન જાપાનનો સામનો કરશે.

સિંગાપોરે પહેલા ક્વાર્ટરમાં ભારતને જોરદાર ટક્કર આપી હતી પરંતુ ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. સિંગાપોરે ભારતના પહેલા આઠ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યા હતા. 
બીજા ક્વાર્ટરમાં સલીમાએ ફિલ્ડ ગોલ સાથે ભારતનું ખાતુ ખોલ્યું હતું. ત્યારબાદ સુનેલિતાએ બે ગોલ કર્યા, જ્યારે લાલરેમસિયામી અને રુતુજાએ પણ ગોલ કરીને ભારતને 5-0ની લીડ અપાવી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં નિક્કીએ ભારતની લીડ 6-0 સુધી લંબાવી હતી. ભારતને સતત પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગયા હતા. મેચના અંત પહેલા પાંચ મિનિટ પહેલા દીપિકાએ શાનદાર ફ્લિક સાથે સાતમો ગોલ કર્યો હતો. 

ભારતને પહેલા ત્રણ ક્વાર્ટરમાં 24 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેમાંથી ફક્ત ત્રણ જ ગોલમાં કન્વર્ટ થયા હતા.  મેચના અંત પહેલા પાંચ મિનિટ પહેલા ભારતને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાં દીપિકાએ ટીમનો સાતમો ગોલ કર્યો હતો.