નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સમાં ભારતની મહિલા હૉકી ટીમે બુધવારે સેમિ ફાઇનલમાં સાઉથ કોરિયાને 2-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
શુક્રવારે ભારતનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે થશે. ચીને જાપાન સામેની સેમિ ફાઇનલમાં 0-0ની બરાબરી બાદ શૂટઆઉટમાં 4-2થી વિજય મેળવ્યો હતો.
ભારત (India)ને મહિલા હૉકી (Hockey)માં 44 વર્ષે ફરી ગોલ્ડ જીતવાની તક છે. આ પહેલાં 1982માં ભારતીય મહિલાઓ એશિયન ચૅમ્પિયન બની હતી.
બુધવારે ભારત વતી બે નિર્ણાયક ગોલ ઇશિકા ચૌધરીએ 44મી મિનિટમાં અને કૅપ્ટન સલિમા ટેટેએ 48મી મિનિટમાં કર્યો હતો.
68 GOALS IN 6 MATCHES. INDIA ARE INTO THE ASIAN GAMES FINAL
— Anil Bansal (@dilseanilbansal) September 30, 2026
From 19–0 to 20–1… and now 2–0 against South Korea.
The Indian women have been relentless in Nagoya.
6 matches — 6 wins
68 goals scored
Just 3 conceded
In the semifinal, Ishika Chaudhary broke the deadlock before… pic.twitter.com/lEfyd5y6xS