નાગોયાઃ કર્ણાટકની પ્રણવી ઉર્સ (Pranavi Urs) એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ગૉલ્ફ (Golf) ખેલાડી બની છે. તેણે ચાર રાઉન્ડની આ વ્યક્તિગત સ્પર્ધાના ચાર રાઉન્ડ 15-અન્ડર 265ના સ્કોર સાથે પૂરા કર્યા હતા અને પ્રથમ સ્થાન સાથે ચૅમ્પિયનપદ હાંસલ કર્યું હતું. ઑલિમ્પિયન અદિતી 2022ની ચીનની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી હતી.
મૈસૂરની 23 વર્ષની પ્રણવીએ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ચીનની યિન રૉનિંગને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. રૉનિંગ સિલ્વર મેડલ જીતી હતી. એ સાથે, એશિયન ગેમ્સ ગૉલ્ફમાં ગોલ્ડ મેડલ જીતવાના ભારતના 24 વર્ષના ઇન્તેજારનો અંત આવ્યો હતો. 2002ની બુસાન એશિયન ગેમ્સમાં ભારતનો શિવ કપૂર મેન્સ ગૉલ્ફનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
HISTORY MADE! 🏆🇮🇳
— Dr. Medha Kulkarni (@Medha_kulkarni) October 3, 2026
Pranavi Sharath Urs has scripted history by winning India's first-ever Asian Games gold medal in women's golf!
A landmark moment. A golden achievement. A proud day for Indian golf.
Take a bow, Pranavi!#PranaviSharathUrs #AsianGames #IndiaAtAsianGame pic.twitter.com/QO8Qk1UWIG
પ્રણવીએ શનિવારે ભારતને ટીમનો સિલ્વર મેડલ પણ અપાવ્યો હતો. તેણે 14-અન્ડર 564ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવામાં મોટું યોગદાન આપ્યું હતું. ભારતની ટીમમાં પ્રણવી ઉપરાંત અદિતી અને દિક્ષા ડાગરનો સમાવેશ હતો. અદિતીના અંતિમ રાઉન્ડના 67 અને દિક્ષાના 77ના સ્કોર સાથે ભારતે ટીમ-સિલ્વર જીતી લીધો હતો. એકંદરે, ભારતનો સ્કોર 14-અન્ડર 546 હતો જે બીજા સ્થાને હોવાથી ભારતે સિલ્વર જીતી લીધો હતો. ચીન (22-અન્ડર 538) ટીમ-ગોલ્ડ જીત્યું હતું.
ગૉલ્ફની રમતને એશિયાડમાં 1982માં પ્રવેશ મળ્યો હતો અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારત માટે આ વખતનો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ છે.