Fri Apr 17 2026

Logo

શેરબજારમાં તોફાની તેજી! સેન્સેક્સ-નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા

2026-04-15 10:18:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય શેર બજારે આજે બુધવારે મજબુત શરૂઆત નોંધાવી, કારોબાર શરુ થવાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,293.76 પોઈન્ટ(1.68%)ના વધારા સાથે 78,141.33 પર પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટીનો ઇન્ડેક્સ 366.30 પોઈન્ટ (1.54%) ના વધારા સાથે 24,208.95 ને પાર પહોંચી ગયો.

આજે શરૂઆતના કારોબારમાં 2,327 શેરોમાં વધરો નોંધાયો, જ્યારે 377 શેરોમાં ઘટાડો નોંધાયો. 154 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મમળ્યો નહીં. 

આ બે સેક્ટરમાં ભારે ખરીદી:
નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આજે 2% નો મજબૂત ઉછાળો નોંધાયો. બેંકિંગ સેક્ટરમાં યુનિયન બેંકના શેરમાં 3.44%, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 3.41% અને IDFC ફર્સ્ટ બેંક બેંકના શેરમાં 3.08%નો વધારો નોંધાયો. કેનેરા બેંક અને PNB ના શેર પણ સારો ઉછાળો જોવા મળ્યો.

ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ:
ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો)ના શેરમાં 4.54% નો મોટો વધારો નોંધાયો. નિફ્ટી પર અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સ રહ્યા.

ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ONGC અને કોલ ઇન્ડિયા જેવા શેર્સમાં સામાન્ય ઘટાડો નોંધાયો. 

રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો:
સોમવારે BSE સેન્સેક્સ 703 પોઈન્ટના ઘટાડા સાથે અને NSE નિફ્ટીમાં 208 પોઈન્ટનો ઘટાડો નોંધાયો.  યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો ફરી શરૂ થવાની આશાને કારણે વૈશ્વિક બજારોમાં પોઝીટીવ વલણો જોવા મળી રહ્યા છે, રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો છે.