મુંબઈ: યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થતાં ભારતીય શેરબજારમાં રોનક પરત ફરી છે. આજે પણ બોબ્મે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 489 પોઈન્ટ્સના વધારા સાથે 77,121 પર ખુલ્યો, જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)105 પોઈન્ટના વધારા સાથે 23,880 પર ખુલ્યો.
આજે શરૂઆતના કારોબારમાં બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં મજબુત ઉછાળો જોવા મળ્યો. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંકના શેરો ટોપ ગેનર્સ રહ્યા. ટાટા મોટર્સ કોમર્શિયલ અને વિપ્રોના શેરોમાં વધારો નોધાયો.
આજે શુક્રવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી-225માં 1.65%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પીમાં 1.68%નો વધારો નોંધાયો.
યુએસના શેર બજારો ગુરુવારે વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.58% (275 પોઈન્ટ)નો વધારો નોંધાયો. S&P 500માં 0.62% અને નાસ્ડેકમાં 0.83%નો વધારો નોંધાયો.
ઈરાન અને યુએસ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ સાઉદી અરેબિયાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાનના હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટના હજુ પણ બંધ રહેવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ 0.87% વધીને $96.75 પ્રતિ બેરલ થઈગયું, યુએસ ક્રૂડ ઓઇલ 1.06% વધીને $98.91 પ્રતિ બેરલ થયું.