Fri Apr 17 2026

Logo

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત

2026-04-01 10:02:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાવ્યો છે, એવામાં આજે બુધવારે ભારતીય શેર બજારે સકારાત્મક શરૂઆત નોંધાવતા રોકાણકારોની આંશિક રાહત મળી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,814 પોઈન્ટના વધારા સાથે 73,762 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 567 પોઈન્ટના વધારા સાથે 22,899 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં સૌથી વધુ વધારો ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન અને બજાજ ફાઇનાન્સના શેરમાં નોંધાયો. 

ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, મેટલ, પીએસયુ બેંકો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2 થી 3 ટકાનો વધારો નોંધાયો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3 ટકાથી વધુનો વધરો નોંધાયો.

સોમવારે  નિફ્ટી 504.88 પોઈન્ટ(2.14%)ના ઘટાડા સાથે 22,331 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ (2.22%)ના ઘટાડા સાથે 71,947 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ:
આજે બુધવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં તેજી નોંધાઈ. જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225માં 4.04 ટકાનો વધારો નોંધાયો. ટોપિક્સમાં 3.79 ટકા અને કોસ્પીમાં 6.68 ટકાનો વધારો નોંધાયો.

મંગળવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2.49 ટકાના વધારા સાથે 46,341 પર બંધ થયો. S&P 500 2.91 ટકાના વધારા સાથે 6,528 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 3.83 ટકાના વધારા સાથે 21,590 પર બંધ થયો.