Fri Apr 17 2026

Logo

શેરબજારમાં રિકવરીનો સંકેત: સેન્સેક્સ-નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા

2026-03-05 10:05:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધની અસરને કરાણે થયેલા મોટા ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારમાં રોનક પરત ફરી છે, આજે ગુરુવારે સવારે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ (BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ  સેન્સેક્સ 414 પોઈન્ટના વધારા સાથે 79,530 પોઈન્ટ્સ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 135 પોઈન્ટના વધારા સાથે 24,615 પર ખુલ્યો. 

શરૂઆતના કારોબારમાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રિન સિગ્નલમાં થઈ રહ્યા હતા. ઓટો, ઓઇલ અને ગેસ, કેપિટલ ગુડ્સ, મેટલ્સ, પાવર અને રિયલ્ટી સૂચકાંકો લગભગ 1%નો વધારો નોંધાયો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ બંને ઇન્ડેક્સમાં લગભગ 1.2% નો વધરો નોંધાયો.

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, એલ એન્ડ ટી, કોલ ઇન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધારો નોંધાયો. મેક્સ હેલ્થકેર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ટરગ્લોબ એવિએશન, એક્સિસ બેંક એન ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ઘટ્યા સૌથી વધુ ઘટાડો નોંધાયો.

ગઈ કાલે બુધવારે ભારતીય શેરબજારમાં મોટું ગાબડું પડ્યું હતું, સેન્સેક્સ 1,122 પોઈન્ટના ઘટાડા સાથે 79,116 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 385 પોઈન્ટના ઘટાડા સાથે 24,480 પર બંધ થયો હતો.

આ કારણે નોંધાયો વધારો:
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત કરવા તૈયાર હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે, જેને કારણે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે યુએસ બજારો ઉછાળા સાથે બંધ થયા હતાં, આજે દક્ષિણ કોરિયા-જાપાનના શેરબજારોએ ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો હતો, જેની અસર ભારતીય શેર બજાર પર થઇ રહી છે.

યુએસ બજાર:
યુએસ શેરબજારો બુધવારે ઉછાળા સાથે બંધ થયા હતાં, ટેકનોલોજી શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 238.14 પોઈન્ટ(0.49 ટકા)ના વધારા સાથે 48,739.41 પર બંધ થયો, જ્યારે S&P 500 52.87 પોઈન્ટ (0.78 ટકા)ના વધારા સાથે 6,869.50 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 290.79 પોઈન્ટ (1.29 ટકા)ના વધારા સાથે 22,807.48 પર બંધ થયો.

એશિયન બજારમાં વધારો:
યુએસ શેરબજારોમાં આવેલી રોનકની અસર આજે ગુરુવારે એશિયન બજારો પર જોવા મળી રહી છે, જાપાનનો નિક્કી 225 4 ટકા અને ટોપિક્સ 3.63 ટકાના વધારા સાથે ખુલ્યા. દક્ષિણ કોરિયાનાં કોસ્પીમાં 12 ટકાથી વધુ અને કોસ્ડેકમાં 11 ટકાથી વધુનો તોતિંગ વધરો નોંધાયો. 

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે પેટ્રોલિયમની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 2.38 ટકા વધીને $83.34 પ્રતિ બેરલ થયા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 2.60 ટકા વધીને $76.60 પ્રતિ બેરલ થયા.