Sat May 02 2026

Logo

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં અફડાતફડી, ટોચની 10 કંપનીઓના 4.48 લાખ કરોડ ઘોવાયા...

2026-03-15 17:01:09
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં 41 ટકાનો વધારો થયો છે. તેની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેની અસર જોવા મળી છે. આ અંગે મળતી માહિતી મુજબ સેન્સેક્સની ટોચની 10 કંપનીઓના માર્કેટ વેલ્યુમાં 4.48 લાખ કરોડનો ઘટાડો થયો છે.  જેમાં ગત સપ્તાહે વિશ્વભરના શેરબજારોમાં ભારે અફડાતફડી જોવા મળો હતી. જેની  ભારતીય બજારના પણ અસર જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્તાહમાં સેન્સેક્સ 4,355 પોઈન્ટ અને નિફ્ટી 1,299.35 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 

સૌથી વધુ નુકસાન એસબીઆઈના રોકાણકારોને 

આ ઉપરાંત મીડીયા અહેવાલ મુજબ, સેન્સેક્સની ટોચની 10 કંપનીઓના માર્કેટ વેલ્યુમાં 4.48 લાખ કરોડનો ઘટાડો થયો છે. જેમાં  સૌથી વધુ નુકસાન  એસબીઆઈ અને  એચડીએફસી બેંકને થયું હતું. જેમાં એસબીઆઈનું માર્કેટ કેપ ઘટીને  રૂપિયા 9.66 લાખ કરોડ થયું હતું. તેમજ રોકાણકારોએ  રૂપિયા 89,306.22 કરોડ ગુમાવ્યા હતા. ત્યારબાદ એચડીએફસી બેંકના રોકાણકારોએ રૂપિયા 61,715.32 કરોડનું ધોવાણ થયું. જેના કારણે તેનું માર્કેટ કેપ ઘટીને 12.57 લાખ કરોડ થયું હતું. 

ભારતી એરટેલને ₹38,688 કરોડનું નુકસાન

આ ઉપરાંત સેન્સેક્સ ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપની વાત કરીએ તો, બજાજ ફાઇનાન્સનું  માર્કેટ કેપ ₹59,082.49 કરોડ ઘટીને ₹5.32 લાખ કરોડ થયું.  જ્યારે ટાટા ગ્રુપના TCSનું બજાર મૂલ્ય ₹53,312.12 કરોડ ઘટીને ₹8.72 લાખ કરોડ થયું. ICICI બેંકનું માર્કેટ કેપ ₹42,205.04 કરોડ ઘટીને ₹8.97 લાખ કરોડ થયું. આ દરમિયાન, ભારતી એરટેલને ₹38,688 કરોડનું નુકસાન થયું જેના કારણે તેનું માર્કેટ કેપ ₹10.28 લાખ કરોડ થયું  હતું. 

રિલાયન્સનું માર્કેટ કેપ પણ ઘટીને ₹18.68 લાખ કરોડ થયું

જયારે  રિલાયન્સનું  માર્કેટ કેપ પણ ઘટીને ₹18.68 લાખ કરોડ થયું  જેના કારણે તેના રોકાણકારોને ₹ 33,289.88 કરોડનું નુકસાન થયું. એલઆઈસીનું માર્કેટ કેપ ₹ 31,245.49 કરોડ ઘટીને ₹ 4.88 લાખ કરોડ થયું છે.  આ દરમિયાન, ઇન્ફોસિસનું બજાર મૂલ્ય ₹ 24,230.96 કરોડ ઘટીને ₹ 5.06 લાખ કરોડ થયું, અને એચયુએલ નું બજાર મૂલ્ય ₹15,401.57 કરોડ ઘટીને ₹5.07 લાખ કરોડ થયું હતું.