નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડમાં પણ આજે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં હોવાથી અનેક વિસ્તારોમાં ગરણીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે, આગામી 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં પણ ધીમા વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા આજે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા રહેશે.
વાવાઝોડા સાથે 40થી 70 km/hની ઝડપે પવન ફૂંકાશે
હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, વરસાદ દરમિયાન કલાકના 40થી 70 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ સાથે વીજળીના કડાકા-ભડાકા અને ભારે વાવાઝોડું આવવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર (Flash Flood) નો ખતરો હોવાથી લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. IMDએ આગામી 24 કલાક દરમિયાન પૂર્વીય અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાના અચાનક પૂર (flash floods) આવવાના જોખમ અંગે ચેતવણી જારી કરી છે
ભારે વરસાદની આગાહીના કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે સ્થગિત
ઉત્તરાખંડમાં હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વધી રહેલા વરસાદી ખતરાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા 2 દિવસ માટે સ્થગિત કરી દેવાઈ છે. ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં તાપમાનમાં ગગડપોટ નોંધાયો છે. જ્યારે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો, IMD એ બહરાઇચ, ગોંડા, કાનપુર, સીતાપુર, બરેલી, એટા, રામપુર, મુરાદાબાદ અને શાહજહાંપુર જેવા જિલ્લાઓમાં અચાનક પૂર (Flash Flood) આવવાની ચેતવણી આપી છે.
Weather Systems, Forecast and Warnings :
— India Meteorological Department (@Indiametdept) September 26, 2026
The Depressionover Northeast Madhya Pradesh & adjoining north Chhattisgarh moved north-northwestwards with a speed of 13 kmph during past 06 hours and lay centered at 0830 hrs IST of today, the 26th September 2026 over the same region,… pic.twitter.com/RPbjL0P9p1
દિલ્હી-NCR અને બિહારમાં કેવી છે આગાહી?
રાજધાની દિલ્હીમાં આજે 40થી 50 km/hની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 29 સપ્ટેમ્બરથી હવામાન ચોખ્ખું થવાની અપેક્ષા છે. જ્યારે બિહારમાં 2 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ દરમિયાન 40થી 50 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ હળવાથી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.