મુંબઈ: ભારતીય શેર બજારે આજે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો, બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 372 પોઈન્ટના ઘટાડા સાથે 73,734 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 129 પોઈન્ટના ઘટાડા સાથે 22,838 પર ખુલ્યો.
મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 700 પોઈન્ટ(1% )થી વધુના ઘટાડા સાથે 73,366.60 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યાર બાદ થોડી રિકવરી જોવા મળી રહી છે.
શરૂઆતના કરોબારમાં નિફ્ટીની 50 કંપનીમાંથી લગભગ 14 કંપનીના શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા હતાં, જ્યારે 36 શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા હતા.
શેરોમાં વધારો ઘટાડો:
આજે નિફ્ટી પર શરૂઆતનાં કારોબારમાં હિન્દાલ્કો, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ONGC, ટ્રેન્ટ, સન ફાર્મા, TCS, HCL ટેક, ITC, ભારતી એરટેલ, NTPC, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ ટોપ ગેનર્સ રહ્યા, જ્યારે મેક્સ હેલ્થ, ઇન્ડિગો, આઇશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એટરનલ, એક્સિસ બેંક, એસબીઆઈ લાઇફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડૉ. રેડ્ડી અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરો તો લૂઝર્સ રહ્યા.
દરમિયાન, ભારતીય રૂપિયો સોમવારના બંધ સ્તરથી 6 પૈસા વધીને 93 પ્રતિ ડોલર પર ખુલ્યો.
પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે WTI ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $115 ની નજીક પહોંચી ગયું છે, જેના કારણે ફુગાવામાં વધારો થવાની શક્યતા છે.