Mon Oct 05 2026

Logo

શેરબજારમાં રોનક પરત ફરી: સેન્સેક્સ 583 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો

2026-03-25 10:23:00
Author: Savan Zalariya
શેરબજારમાં રોનક પરત ફરી: સેન્સેક્સ 583 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો

મુંબઈ: વેસ્ટ એશિયામાં તણાવ ઓછો થવાના સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં રોનક પરત ફરી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 583 પોઈન્ટના વધારા સાથે 74,652 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)  નિફ્ટી 152 પોઈન્ટના વધારા સાથે 23,064 પર ખુલ્યો.

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં શ્રીરામ ફાઇનાન્સ, એમ એન્ડ એમ, એસબીઆઇ, ટાઇટન કંપની અને ટીએમપીવીના શેરોઅમ વધારો નોંધાયો, જ્યારે ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એચસીએલ ટેકના શેરોમાં ઘટાડો નોંધાયો. 

NSE પર શરૂઆતના કારોબારમાં લગભગ 1,795 શેરોમાં વધારો નોંધાયો, જ્યારે 467 શેરોમાં ઘટાડો નોંધાયો.

એશિયન બજારો વધ્યા:
એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં મજબૂત તેજી જોવા મળી છે. જાપાનનો ઇન્ડેક્સ નિક્કી-225માં લગભગ 2.5% નો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 2.4%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના ઇન્ડેક્સ  કોસ્પીમાં 2.5%નો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 1.6%નો વધારો નોંધાયો. 

યુએસ બજારોમાં સામાન્ય ઘટાડો:
મંગળવારે યુએસ શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 84 પોઇન્ટનો ઘટાડો નોંધાયો, જ્યારે S&P 500 અને નાસ્ડેકમાં પણ ઘટાડો નોંધાયો. ટેક શેરોમાં ઘટાડો નોંધાયો. 

ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા:
યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની શક્યતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.  બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ 5.8% ઘટીને $98 પ્રતિ બેરલ થયો. જ્યારે WTI પણ 5% નો ઘટાડો નોંધાયો.