નવી દિલ્હીઃ ભારતની અર્થવ્યવસ્થાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. Moody's રેટીંગ એજન્સીએ ચાલુ વર્ષ 2026-27 માટે ભારતનો GDP ગ્રોથ અનુમાન વધારીને 7 ટકા ગણાવી દીધો છે. જે ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરેખર સારા સમાચાર છે. આ પહેલા આ જ એજન્સીએ 6 ટકા ગ્રોથનું અનુમાન કર્યું હતું. Moody's એજન્સીએ પોતાના અનુમાનમાં 1 ટકાનો વધારો કર્યો છે. Moody'sએ આપેલો એ રિપોર્ટ આવે સમયે સામે આવ્યો છે જ્યારે મિડલઈસ્ટમાં માહોલ તણાવગ્રસ્ત છે અને દુનિયાભરના દેશની ઈકોનોમી પર જોખમ તોળાઈ રહ્યું છે. પડકારજનક સ્થિતિમાં પણ ભારતે પોતાની મજબૂતી કટાવી રાખી છે. ભારતીય અર્થવ્યવસ્થાએ સ્થિરતા જાળવી રાખતા હવે એજન્સીને અર્થવ્યવસ્થામાં એક ગ્રોથ દેખાઈ રહ્યો છે.
ડોમેસ્ટિક ફેક્ટર સમજવા જેવું
મજબૂત ડૉમેસ્ટિક માગ, બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાયવેટ કંઝમ્પશનથી ભારતીય અર્થવ્યવસ્થાને તાકાત મળી છે. રેટિંગ એજન્સીએ એ વાત સ્વીકારી છે કે, દુનિયાના બાકીના દેશમાં અનેક એવા આર્થિક ઝટકા લાગ્યા હોવા છતા ભારતીય અર્થતંત્રએ પોતાની સ્થિરતા ટકાવી રાખી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થાને આશા કરતા વધારે મજબૂતી મળી રહી છે. મિડલઈસ્ટમાં ચાલી રહેલી તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે ભારત પર આની કોઈ ખાસ અસર જોવા મળી નથી. દેશમાં લોકોની માગ વધી રહી છે. પ્રાયવેટ કંઝમ્પ્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે કેન્દ્ર સરકારે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર શાનદાર રીતે પૈસા ખર્ચી નાંખ્યા છે. જેનો સીધો ફાયદો દેશના લોકોને મળે છે અને વિકાસને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને પ્રાયવેટ સેક્ટર હવે ફરીથી ટ્રેક પર આવી રહ્યું છે. આ સિવાય સર્વિસ સેક્ટર પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આ તમામ પાસાને લઈને ભારતીય અર્થવ્યવસ્થા વગર કોઈ આંચકા સાથે પ્રગતિ કરી રહી છે.
સરકારી પોલિસીની અસર
વર્ષ 2026ના પહેલા છ મહિનામાં ભારતનો રીયલ GDP ગ્રોથ રેટ 8.2 ટકા હતો જ્યારે વર્ષ 2025માં આ ટકાવારી 7.3 ટકા હતી. બેસ્ટ પર્ફોમન્સ કરીને ભારતીય અર્થતંત્રએ પ્રગતિ કરી છે. મિડલઈસ્ટમાં થયેલા યુદ્ધની ખાસ કોઈ અસરથી અર્થતંત્રની પ્રગતિન કોઈ બ્રેક લાગી નથી. અન્ય ગ્લોબલ સંસ્થાઓના અનુમાન કરતા Moody’s નું વલણ ખૂબ જ અલગ છે. S&P રેટિંગ એજન્સીએ જુન મહિનામાં ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ જુન મહિનામાં ગ્રોથ અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી નાંખ્યું હતું. આ તમામ આંકડા કરતા અલગ Moody’s એ અલગ આંક આપીને આશ્ચર્ય ઊભું કર્યું છે. ભારતે સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમીમાં પોતાની ટોપ પોઝિશન મજબૂત કરી નાંખી છે. ગત વર્ષે પણ ભારતે બેસ્ટ પર્ફોમ કર્યું અને અર્થવ્યવસ્થાને સતત પ્રગતિના પંથ પર રાખી છે. રેટિંગ એજન્સી એવું પણ સ્વીકાર્યું કે, સરકારની પોલીસી પણ મજબૂત રીતે અસર કરી શકે છે.
રોકાણ વધારવા પર ફોક્સ
સરકારનું સંપૂર્ણ ફોક્સ રોકાણ વધારવા પર રહ્યું છે. આંતરીક માળખાને મજબૂત કરીને, ખેતીથી લઈન દરેક સેક્ટરમાં એક ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા પર સરકારે ધ્યાન આપ્યું છે. PM ગતિશક્તિ યોજનાથી લોજીસ્ટિક ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ આવી છે. FDI ના નિયમો હળવા થતા વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરીને રેવન્યૂ ઊભી કરવા માટે વિચાર કરી રહી છે. સરકારનું ડોમેસ્ટિક ફાયનાન્સ બેઝ સંપૂર્ણ રીતે સ્થિત છે અને સુરક્ષિત છે. આ પાસું પણ ઘણી રીતે અસર કરે છે. મજબૂત અને સતત મુલ્યાંકન આધારિત તૈયાર કરવામાં આવેલી સરકારની પોલિસીએ સાબિત કર્યું છે કે, દેશ કોઈપણ પ્રકારના બાહરના આર્થિક સંકટ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.