નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને પાકિસ્તાન-સઉદી અરેબિયા અને તુર્કીયે વચ્ચેની સંધિ વચ્ચે ભારત અને ચીન વચ્ચેના સરહદી વિસ્તાર મુદ્દે લાંબા સમયથી દ્વિપક્ષીય સંબંધો સૌથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જોકે, અરુણાચલ મુદ્દે ચીનની અવળચંડાઈ મુદ્દે ભારતે પોતાનું વલણ ફરી આજે સ્પષ્ટ કર્યું હતું. ભારત હંમેશાં એ વાતને પણ વળગીને મક્કમ રહ્યું છે સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થિરતા જાળવી રાખવાનું જરુરી છે, જે બંને દેશના સંબંધોને સૌથી વધુ અસર કરે છે.
જો સરહદ પર તણાવ રહેશે તો વેપારી, રાજકીય સંવાદ અને અન્ય સહયોગને અસર કરે છે. છઠ્ઠી ઓગસ્ટ, ૨૦૨૬ના નવી દિલ્હીમાં યોજાયેલી 'ભારત-ચીન સરહદી બાબતો પર પરામર્શ અને સંકલન માટેની કાર્યકારી વ્યવસ્થા' (WMCC)ની ૩૬મી બેઠકમાં આ મુદ્દાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય હિસ્સો
ચીન તરફથી અરુણાચલ પ્રદેશને લઈ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. આ એક એવી વાસ્તવિકતા છે, જે સ્વયં સ્પષ્ટ છે અને આ નિર્વિવાદ વાસ્તવિકાતને કોઈ બદલી શકશે નહીં. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અંગે કહ્યું કે માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યો છે, જેને અંગે ભારતે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયોને પણ પાકિસ્તાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘન મુદ્દે જવાબદારી નક્કી કરવા માટે પગલાં ભરવા જોઈએ.
અહીંની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) સુજીત ઘોષે કહ્યું કે જ્યારે ચીનના પક્ષની આગેવાનીમાં વિદેશ મંત્રાલયની બાઉન્ડરી એન્ડ ઓશનિક અફેર્સ વિભાગે કરી હતી. બંને પક્ષોએ ઓપન અને સ્પષ્ટ ચર્ચા કરી હતી તથા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
#WATCH | Delhi | On ANI question regarding China's response on Arunachal Pradesh, MEA Spokesperson Randhir Jaiswal says, "Arunachal is inalienable and integral part of India and this is a fact which is self-evident. At the same time, let me also underline that nothing can change… pic.twitter.com/aPAKQ4swiP
— ANI (@ANI) August 11, 2026
એલએસીને લઈ અમે નક્કી કરેલી શરતોને ફોલો કરવાનું રહેશે
ભારત અને ચીન વચ્ચે બોર્ડર મુદ્દે ઊભા થઈ રહેલા વિવાદ મુદ્દે વિદેશ મંત્રાલયે પોતાના બ્રીફિંગમાં ચીનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે ભારત માટે સરહદી મુદ્દો મહત્ત્વનો છે. ભારતએ બીજિંગને કહ્યું છે કે જો બંને દેશો સંબંધોમાં સુધારા ઈચ્છતા હોય તો એલએસીને લઈ અમે નક્કી કરેલી શરતોને ફોલો કરવાનું રહેશે. એના સિવાય તો વાતચીત પણ થઈ શકશે નહીં. ભારત તરફથી ફરી એક વાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 27 ભૌગોલિક વિસ્તારના સત્તાવાર નામકરણને લઈ બીજિંગના પેટમાં તેલ રેડાયું હતું.
સમાધાન ફક્ત વાતચીત મારફત ઉકેલ લાવી શકાય
વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદી મુદ્દાઓને લગતી પરિસ્થિતિ જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની દિશા નક્કી કરશે. જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ન હોય ત્યાં સુધી સંબંધો સામાન્ય થઈ શકતા નથી. ભારતે કોઈ પણ પ્રકારના મિસકેલક્યુલેશનથી બચવાની સલાહ પણ આપી છે. રણધીર જયસ્વાલે કહ્યું છે કે બંને દેશો પાસે જે વાતચીત માટે માધ્યમ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ભારત હંમેશાં માની રહ્યું છે કે આ મુદ્દાનો ઉકેલ ફક્ત વાતચીત મારફત કાઢી શકાય છે, પરંતુ એના માટે વાતચીત અનિવાર્ય છે.
પાકિસ્તાન-તુર્કીયે વચ્ચેની સમજૂતી પર પણ નજર
પાકિસ્તાન, સઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના કરાર પર નજર રાખવામાં આવી રહી છે. અમે પશ્ચિમ એશિયા સંઘર્ષ પરના ઘટનાક્રમો અંગે નિરંતર નજર રાખી રહ્યા છે, જ્યાં સુધી આ સમજૂતીનો સવાલ છે અમે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાના દૃષ્ટિકોણથી એની અસરોની સમીક્ષા કરી રહ્યા છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આ દિશામાં જરુરી તમામ પગલા ભરવામાં આવશે.