એરલાઇન્સ કંપનીઓએ સરકાર પાસે માંગી આર્થિક મદદ, એવિયેશન સેક્ટર પર લટકતી તલવાર
નવી દિલ્હીઃ જેટ ફ્યૂલની વધી રહેલી કિંમતને કારણે એરલાઈન્સ કંપનીઓની ચિંતામાં એકાએક વધારો થયો છે. આવી સ્થિતિમાં કોઈ સુધારો ન થયો તો ફ્લાઈસ સર્વિસ ઠપ્પ થઈ શકે છે. આ જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતની અગ્રણી ગણાતી એરલાઈન્સ કંપનીઓના સમુહ ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સે એક ગંભીરત ચેતવણી આપતા કહ્યું હતું કે, હાલમાં જે જેટ ફ્યૂલની કિંમત છે એ માહોલ એરલાઈન્સ કંપનીઓ માટે યોગ્ય નથી.
મંત્રાલયને લખાયો પત્ર
નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખવામાં આવેલા એક પત્રમાં એવી ચોખવટ કરવામાં આવી હતી કે એરલાઈન્સના ફ્લાઈટ ઑપરેશન અને સંચાલન જાળવી રાખવા માટે એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમતમાં સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક સહાય જાહેર કરે એવી તાતી જરૂરિયાત છે.
આ સંકટની ગંભીરતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતમાં એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી વધારે પ્રેશરમાં છે. સ્થિતિ એવી છે કે ફ્લાઈટ ઑપરેશન બંધ કરવા પડશે અથવા કામકાજ રોકી દેવું પડશે. સંસ્થાના જણાવ્યા અનુસાર એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમત અતિશય વધુ છે અને કલ્પના ન કરી શકાય એ સ્તર સુધી પહોંચી છે. આનાથી એરલાઈન્સ કંપનીઓના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશન એમ બન્ને ઑપરેશન પર સીધી અસર થઈ શકે છે.
વધી રહેલી કિંમતે ચિંતા વધારી
હાલ જે કિંમતો છે એની ટીકા કરતા કહ્યું હતું કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલની સતત વધી રહેલી કિંમતથી એરલાઈન્સ નેટવર્ક અસ્થિર થઈ શકે છે. સમગ્ર એરલાઈન્સ બોડીએ આગળ એવું કહ્યું હતું કે, આ સિસ્ટમ અસંતુલિત થશે તો રૂટનું આર્થિક ગણિત બગડી શકે છે.
એરલાઈન્સને પોતાની નેટવર્કિંગ સિસ્ટમનો ફરીથી અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. વિદેશોમાં ફ્લાઈટ ઑપરેશન માટે આ ફ્યુઅલની કિંમતમાં વધારો થઈ શકે છે. આ તફાવતની રકમ 75થી 73 રૂપિયા સુધીની હોય છે.
આના કારણે ક્યારેક મોટું નુકસાન થાય છે. ભારતીય એરલાઈન્સના નફામાં પણ મોટો ઘટાડો થયો છે. સંસ્થાએ સરકાર પાસે એવી માગ કરી છે કે, આ ફ્યૂલની કિંમતને ધ્યાને લઈને આર્થિક મદદ કરવામાં આવે. આ સાથે ડૉમેસ્ટિક ઑપરેશન માટે 11 ટકાનો જે ઉત્પાદન ચાર્જ છે એને નાબુદ કરી દેવામાં આવે.
ફ્લાઈદ રદ્દ કરવી પડે એવી સ્થિતિ
આ સિવાય એક સ્ટાન્ડર્ડ ક્રેક બ્રેંડ પ્રાઈસિંગ મેકેનિઝમને લાગુ કરી દેવામાં આવે. પ્રમુખ એવિએશન કેન્દ્રો પર જે વેટ છે એને ઓછો કરવામાં આવે. હાલનું કર માળખું છે એ ખર્ચા વધારી રહી છે. એમાં થોડી રાહત આપવામાં આવે. ક્નેક્ટિવિટીમાં ઘટાડો અને વધી રહેલા ભાડાને કારણે આની અસર ગ્રાહકો ઉપર પણ પડી રહી છે.
ખાસ કરીને ડૉમેસ્ટિક અને મહાનગરના એપ્રોચમાં રૂટ ઓછા થઈ શકે છે. ફ્યૂલની સતત અને સખત રીતે વધી રહેલી કિંમત એરલાઈન્સ કંપનીઓના નુકસાનમાં તોતિંગ વધારો કરે છે.આ જ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો ફ્લાઈટ રદ્દ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે.