Fri Oct 09 2026

Logo

આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં હોસ્ટેલમાં ગેસ ગળતરથી આગ: પાંચ જખમી

2026-10-09 18:43:13
Author: Sapna Desai
આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં હોસ્ટેલમાં ગેસ ગળતરથી આગ: પાંચ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પવઈ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બે કેમ્પસની  હૉસ્ટેલ નજીક અંડર ક્ધસ્ટ્રકશન બિલ્ડિંગના મજૂરોના શેડમાંં સિલિન્ડર પાઈપમાંથી ગૅસનું ગળતર થવાથી લાગેલી આગમાં બે બાળકો સહિત પાંચ લોકો જખમી થયા હોવાની ઘટના ગુરુવારે મોડી રાતે બની હતી.

પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ  ગુરુવારે રાત્રે લગભગ ૧૦.૨૫ વાગ્યે આઈઆઈટી પવઈ કેમ્પસની હોસ્ટેલ નંબર-છ નજીક એક બિલ્િંડગનું કામ ચાલી રહ્યું છે. અંડર ક્ધસ્ટ્રકશન બિલ્િંડગના મજૂરો ત્યાં નાના ઝૂંપડા જેવા બનાવીને રહે છે, જેમાં રાતના  સિલિન્ડર પાઈપલાઈનમાંથી ગૅસનું ગળતર થયા બાદ સિલિન્ડરનો સ્ફોટ થઈને અચાનક આગ ફાટી નીકળી હતી.

જખમીઓને ઘાટકોપર સ્થિત પાલિકા સંચાલિત રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું તે તેમાંથી ચારને બાદમાં ચિંચપોકલી સ્થિત પાલિકા સંચાલિત કસ્તુરબા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જખમી પર હજી  પણ રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  આ પાંચ લોકોની ઓળખ અંશ અહિરવાર (૧૨), તહજીબ આલમ (૯), ઈશ્ર્વર સિંહ (૩૭), શિવકુમાર સિંહ (૩૪) અને અનિલકુમાર યાદવ (૨૩) તરીકે કરવામાં આવી છે.