અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક હેલ્થકેર પાવરહાઉસ બનાવવાના વિઝનને વેગ આપવા માટે અમદાવાદમાં HOSPEX હેલ્થકેર એક્સ્પો 2026 ની 5મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 20 થી 22 ફેબ્રુઆરી, 2026 દરમિયાન સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર આ મેગા ઇવેન્ટમાં "ફ્યુચર ઓફ હેલ્થકેર" વિષય પર મંથન કરવામાં આવ્યું છે.
પ્રદર્શન ત્રિથ્વમ ઇન્ટિગ્રીઝ, મેટ્રોફાર્મ વેલનેસ, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે. આ એક્સ્પોમાં 100 થી વધુ એક્ઝિબિશન સ્ટોલ્સમાં બાયોટેક, ફાર્મા, મેડિકલ ડિવાઇસિસ અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રની નવીનતાઓ જોવા મળી રહી છે. ઉપરાંત ટેકનોલોજી પર ભાર મુકવામાં આવ્યો છે, જે અંતર્ગત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), વર્ચ્યુઅલ રિયાલિટી અને વેરેબલ ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન પણ છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં 25,000 થી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે. 15 થી વધુ દેશોના પ્રતિનિધિઓ આમાં ભાગ લઈ રહ્યા છે.

એક્સ્પોમાં ખાસ મેડિકલ ટૂરિઝમ પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જે ભારતને સસ્તી અને વિશ્વસ્તરીય સારવાર માટેના વૈશ્વિક ડેસ્ટિનેશન તરીકે રજૂ કરશે. આ પહેલનો અંતિમ ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવાનો અને ડીપ ટેક તથા ફાર્મા ક્ષેત્રે ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાનો છે.