અમદાવાદ: ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ની શરૂઆત કરવામાં આવશે. જેમાં વડનગરથી વારાણસી અને વારાણસી થી વડનગર સુધી સેવા સંકલ્પ બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે વડનગર અને વારાણસીથી એકસાથે યાત્રા રવાના થશે.
વડનગરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ યાત્રાને લીલી ઝંડી બતાવશે. ભાજપ દ્વારા વડા પ્રધાનના સુશાસનના 25 વર્ષની ઉજવણી નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ યુવા બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के 25 वर्ष सेवा, सुशासन और गरीब कल्याण के लिए समर्पित रहे हैं। एक कर्मयोगी व्यक्तित्व के रूप में उन्होंने भारत के राजनीतिक और सामाजिक जीवन में सेवा भाव के साथ राष्ट्रसेवा का जो संकल्प लिया था, उसके 25 वर्ष आगामी 7 अक्टूबर को पूर्ण होंगे।… pic.twitter.com/sTdaSk0dgE
— BJP Gujarat (@BJP4Gujarat) September 15, 2026
આ યાત્રા દરમિયાન ગુજરાતના વિવિધ જળસ્રોતોમાંથી પાણી એકત્ર કરવામાં આવશે. આ પાણીથી વડનગરમાં હાટકેશ્વર મહાદેવ અને વારાણસીમાં કાશી વિશ્વનાથનો જલાભિષેક કરવામાં આવશે. આ યાત્રાનો અંત 7 ઓક્ટોબરે થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોને સેવા, સમાજ અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો છે.આ ઉપરાંત બાઇક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓમાંથી પસાર થશે.
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સોમનાથ, પાવાગઢ, શામળાજી અને ઉનાઈ માતાના આશીર્વાદ સાથે વડનગરથી વારાણસીની સેવા યાત્રા પૂર્વે ભવ્ય બાઈક યાત્રા યોજાઈ રહી છે.
— BJP Gujarat (@BJP4Gujarat) September 15, 2026
વડનગર તરફ આગળ વધતી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે.#SevaSankalpAbhiyan pic.twitter.com/oT9gn7RbRK
લગભગ 1 હજાર યુવાનો આ યાત્રામાં જોડાશે
દેશભરમાંથી લગભગ 1 હજાર યુવાનો આ યાત્રામાં જોડાશે. આ યાત્રા દરમિયાન સ્વચ્છતા, નશામુક્તિ, ટીબી મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને જળ સંરક્ષણ જેવા અભિયાન ચલાવવામાં આવશે.
અમિત શાહ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે
આ ઉપરાંત અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં અમિત શાહ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે તેમજ કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવવાના ઐતિહાસિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી છે.