Tue Oct 06 2026

Logo

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ PI ડી.આર. ચૌધરીનાં કેમ કર્યાં ભરપૂર વખાણ ?

2026-03-07 12:32:00
Author: Mayur Patel
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ PI ડી.આર. ચૌધરીનાં કેમ કર્યાં ભરપૂર વખાણ ?

અમદાવાદઃ  રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PI ડી.આર. ચૌધરીનાં ભરપૂર વખાણ કર્યા છે. 

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. ચૌધરીની તપાસથી પોક્સોમાં 7માંથી 7 કેસમાં 100 ટકા સજા. આણંદ જિલ્લામાં પોક્સો જેવા સંવેદનશીલ અને ગંભીર ગુનાની તપાસ કરતા તત્કાલીન સીપીઆઈ (પેટલાદ ડિવિઝન) અને વર્તમાનમાં બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ચૌધરી અને તેમની ટીમે 7માંથી 7 કેસમાં 100 ટકા સજા સુનિશ્ચિત કરીને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. 
 

તેમાંથી છ મામલામાં ગુનેગારોને આજીવન કેદની કડક સજા થઈ છે. દરેક મામલામાં માત્ર 45 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને 8-9 મહિનામાં જ ન્યાય મળ્યો છે. આ ઉપલબ્ધિ તેમની ટીમની નિષ્ઠા, સંવેદનશીલતા અને દીકરીઓને ન્યાય અપાવવાના અતૂટ સંકલ્પનું પરિણામ છે.  પીઆઈ ડી આર ચૌધરી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન.

આ ઉપરાંત સંઘવીએ લખ્યું, તમારી પ્રતિબદ્ધતા ન માત્ર પોલીસબળ માટે પ્રેરણા છે પરંતુ  રાજ્યની તમામ દીકરીઓ અને તેમના પરિવારોના મમનમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.