Mon Oct 05 2026

Logo

જ્ઞાનેશ કુમારને તત્કાળ પદ પરથી હટાવાય', CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની માંગ

2026-09-29 15:01:00
Author: Mumbai Samachar Team
જ્ઞાનેશ કુમારને તત્કાળ પદ પરથી હટાવાય', CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની માંગ

દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર સત્તાપક્ષને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો. ખડગેએ કહ્યું કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે.

સીડબ્લ્યુસી (CWC) ની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કાર્ય સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. ખરગેએ ચૂંટણી પંચમાં પારદર્શિતા, મતદાર યાદીમાં સુધારા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ પણ ઉઠાવી.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ભાષણની 10 મોટી વાતો

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં લોકશાહીના પાયાને નબળો પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી અને બંધારણને બચાવવાની  ઐતિહાસિક જવાબદારી ફરી એકવાર કોંગ્રેસના શિરે છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આક્ષેપ કર્યો કે ષડયંત્ર હેઠળ મતદાર યાદીમાંથી લોકોના નામ હટાવવામાં આવી રહ્યા છે.

ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર પર સરકારની તરફેણમાં કામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પંચની સ્વતંત્રતા લોકશાહીની સુરક્ષાની પહેલી શરતોમાંથી એક છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવતા મહાદેવપુરા, અલંદ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં મતદાતા યાદીમાં અનિયમિતતાના આરોપોનો ઉલ્લેખ કર્યો

ખડગેએ આરોપ લગાવ્યો કે યુવાઓને મતાધિકારથી વંચિત કરવા માટે ફોર્મ-6ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો 

કોંગ્રેસે મતદાતા યાદીનો સંપૂર્ણ ડેટા સાર્વજનિક કરવા, નામ હટાવવા પર સૂચના અને અપીલની તક આપવા, રાજકીય દળોને સમયસર ડેટા ઉપલબ્ધ કરાવવા, ગંભીર વિસંગતતાની સ્વતંત્ર તપાસ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની માંગ કરી

CWCની બેઠકમાં ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનરને તત્કાળ પદ પરથી હટાવવાની માંગ કરી. તેમણે પ્રધાનમંત્રીને પણ નૈતિક આધારે રાજીનામું આપવાનું કહ્યું

ખડગેએ નોટબંધીનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે હવે વોટબંધીનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. 

ખડગેએ કહ્યું કે કોંગ્રેસ મતદાતાઓના અધિકારોની રક્ષા માટે સડકથી સંસદક સુધી સંઘર્ષ કરશે. તેમણે કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનોની પણ પ્રશંસા કરી

ખડગેએ કહ્યું કે આગામી પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોઇપણ મતદાતાનો અધિકાર ન છીનવવો જોઇએ. તેમણે નિષ્પક્ષ ચૂંટણી, સ્વતંત્ર સંસ્થાઓ અને દરેક યોગ્ય નાગરિકનો વોટ સુરક્ષિત રાખવાનો સંકલ્પ લેવાની અપીલ કરી