Thu Aug 13 2026

Logo

PSI ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

2026-03-30 09:28:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ ભરતીને લઈ મહત્ત્વના સમાચાર છે. પીએસઆઈની પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલના રોજ જાહેર થશે અને ડાઉનલોડ કરી શકાશે.

પીએસઆઈ કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા તા. 19 એપ્રિલ 2026ને રવિવારના રોજ યોજાશે. પરીક્ષા માટેના કોલલેટર  ઉમેદવારો 13 એપ્રિલ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવાદોને કોલલેટર વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં આપવામાં આવે.રાજ્યના હજારો યુવાનોના ભાવિનો ફેંસલો આગામી 19 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલના રોજ બે મહત્વના પેપરની પરીક્ષા લેવામાં આવશે. જેમાં સવાર અને સાંજની બે અલગ-અલગ પાળીમાં ઉમેદવારોની બૌદ્ધિક અને વિષયલક્ષી ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે. એટલે કે એક જ દિવસે બે પેપર લેવામાં આવશે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો જ આ લેખિત પરીક્ષામાં બેસી શકશે. પોલીસ બેડામાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે આ અંતિમ અને નિર્ણાયક તબક્કો માનવામાં આવે છે.

રાજ્યમાં લેખિત પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. છેલ્લા ઘણા સમયથી રાત-દિવસ મહેનત કરી રહેલા યુવાનો માટે આ પરીક્ષા તેમના ભાવિનો ફેંસલો કરશે. શારીરિક કસોટીમાં જે ખંત બતાવી હતી, તેવી જ તૈયારી સાથે ઉમેદવારો હવે લેખિત કસોટી આપવા માટે સજ્જ થઈ ગયા છે.