Mon May 25 2026

Logo

ગુજરાત સરકારની સ્પષ્ટતા, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો

2026-05-25 20:56:26
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે કહ્યું કે રાજ્યમાં હાલ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે  ઓઇલ માર્કેટીંગ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા જણાવ્યા મુજબ જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીનો માસિક સેલ ગ્રોથ રેટ 80 ટકાથી વધારે જોવા મળ્યો છે.  

વાહનોની ટાંકીમાં ઈંધણ ભરાવવા અંગે કોઈ નિયંત્રણ મુકેલ નથી 

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તમામ વાહનોની ટાંકીમાં ઈંધણ ભરાવવા અંગે કોઈ નિયંત્રણ મુકેલ નથી. તેમજ 
કૃષિના હેતુ માટે 200  લિટરની મર્યાદામાં ડીઝલ બેરલ વગેરમાં મેળવવાની, મોબાઈલ ટાવર માટે 1000  લિટરની મર્યાદામાં તથા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ તથા ઔદ્યોગિક હેતુસર જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી તેઓને છેલ્લા છ માસના ઉપયોગને ધ્યાને લઈ ડીઝલ ફાળવી આપવા સૂચનાઓનો પરિપત્ર કરવામાં આવ્યો છે. 

નાગરિકો દ્વારા ભયમાં ખરીદીના લીધે જથ્થો ઘટવાના કિસ્સા  

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ઓઇલ માર્કેટીંગ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા જણાવ્યા અનુસાર જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીનો માસિક સેલ ગ્રોથ રેટ 80 ટકા  થી વધારે જોવા મળેલ છે. નાગરિકો દ્વારા ભયમાં ખરીદીના લીધે પેટ્રોલપંપ પર આવતો પેટ્રોલ/ડીઝલનો જથ્થો પહોંચતાની સાથે તુરત જ વેચાણ થવાને લીધે તેમજ ટર્મિનલ પરથી નવો જથ્થો પહોંચવામા લાગતા સમય દરમિયાન જથ્થો તદ્દન હંગામી સમય માટે ખૂટવાની પરિસ્થિતિ  સર્જાતી હોય છે.

પેટ્રોલ પંપ પર ઇંધણના સપ્લાયનું મોનીટરીંગ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ દ્વારા પેટ્રોલ પંપ પર ઇંધણના સપ્લાયનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.  રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની વિગતો એકત્રિત કરવામાં આવે છે. આનાથી અમને કયા વિસ્તારોમાં ઇંધણની વધુ જરૂરિયાત છે તેનો સચોટ ખ્યાલ આવે છે.

પેટ્રોલ પંપ ડ્રાય આઉટનું પણ મોનીટરીંગ

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો જળવાઈ રહે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે હેતુથી, પેટ્રોલ પંપ ડ્રાય આઉટ સમસ્યાના નિવારણ માટે નાગરિકો અને પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા કરવામાં આવતી ફરિયાદોનુ  જિલ્લા પુરવઠા અધિકારીઓ તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ફોલો-અપ લેવામાં આવે છે.