Wed Jul 01 2026

Logo

ગાંધીનગર GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે...

2026-02-13 22:31:30
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ના નવા ચેરમેન તરીકે બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ અને કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટકને ગિફ્ટ સિટી (GIFTCL) ની નિમણુક કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13  ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, ઉદય કોટક હવે ડૉ. હસમુખ અઢિયા (IAS રિટાયર્ડ)નું સ્થાન લેશે. ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય સાથે ઉદય કોટક જેવા અનુભવી વ્યક્તિની પસંદગી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ અને બેન્કિંગ ક્ષેત્રે નવી ગતિ મળશે.

ડૉ. હસમુખ અઢિયા જૂન 2023થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. હસમુખ અઢિયા જૂન 2023થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. ઉદય કોટકની આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તેઓ આગામી આદેશ સુધી આ પદ પર કાર્યરત રહેશે. આ નિમણૂકના નિયમો અને શરતો સરકાર દ્વારા આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં કુલ 71 બિલ્ડિંગને મંજૂરી

આ ઉપરાંત કૌલે વધુમાં જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં કુલ 71 બિલ્ડિંગને મંજૂરી મળી છે અને તેમાંથી 25 બિલ્ડિંગ કાર્યરત થઈ ગયા છે. આ સિવાય 6 બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે અને 10 બિલ્ડિંગના પ્લાન પાસ થવાની કાર્યવાહીમાં છે. ગિફ્ટ સિટીમાં 1100 ફ્લેટ આવેલા છે અને 27 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું આયોજન કરાયું ત્યારે નક્કી થયા પ્રમાણે, કુલ જમીનમાંથી 67 ટકા જમીન કોમર્શિયલ હેતુ માટે વપરાશે જ્યારે 27 ટકા રેસિડન્ટ, 11 ટકા જમીન સોશિયલ એક્ટિવિટી અને 5 ટકા યુટિલિટી માટે ઉપયોગ કરવામાં આવશે.