ન્યૂ યૉર્કઃ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ હોય ત્યારે કંઈક અનોખી હકારાત્મક ઘટના બનતી હોય, દિગ્ગજ ખેલાડીઓનું મિલન થતું હોય અને કયારેક અઘટિત કે અણગમતી ઘટના પણ બનતી હોય છે. અમેરિકામાં ચાલી રહેલા ફિફા (FIFA) ફૂટબૉલ વર્લ્ડ કપ (WC)માં આવી જ કેટલીક ઘટના બનતી જોવા મળી.
બે મહિલા પ્રેક્ષક વચ્ચે ઝપાઝપી
ભારતીય સમય અનુસાર રવિવારે વહેલી સવારે ન્યૂ યૉર્કમાં બ્રાઝિલ અને મોરોક્કો વચ્ચે મૅચ રમાઈ હતી. ભારે રસાકસી વચ્ચે ટૉપ-10 રૅન્કવાળી આ બે ટીમની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. જોકે સ્ટેડિયમમાં એક અનિચ્છનીય ઘટના બની ગઈ જેનો વીડિયો કે ફોટા જોવા કોઈને પણ ન ગમે. એક સ્ટૅન્ડમાં બ્રાઝિલ અને મોરોક્કો, બન્ને ટીમની મહિલા પ્રેક્ષક વચ્ચે મારામારી થઈ હતી. પહેલાં તો બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી તેઓ મારપીટ પર ઊતરી આવી હતી. આસપાસ લોકો જોતા ઊભા રહ્યા હતા અને કેટલાકે તેમને છોડાવવાને બદલે વીડિયો ઊતારવાનું પસંદ કર્યું હતું.
SCENES: Brazil v Morocco came with another package… pic.twitter.com/hDlwqdLsW8
— Lucky Footy (@luckyfooty7) June 13, 2026
હરીફ ટીમના પ્રેક્ષકો ભેગા થઈને નાચ્યાં
અન્ય એક ઘટના ઘટના પૉઝિટિવ હતી જેમાં બ્રાઝિલ અને મોરોક્કો, બન્ને દેશ તરફી પ્રેક્ષકો સ્ટેડિયમમાં ભેગા મળીને નાચ્યા હતા અને ફિફા વર્લ્ડ કપનો રમતોત્સવ દિલથી માણ્યો હતો.
هنا المغرب 🇲🇦 pic.twitter.com/nNNTDCid4k
— ابو ترف (@MrMrrrtuba) June 14, 2026
દો સિતારોં કા મિલન
બ્રાઝિલનો મહાન ફૂટબોલર રોનાલ્ડો લુઇસ નૅઝારિયો અને તેના જ દેશનો બીજો ગે્રટ ફૂટબોલર રોનાલ્ડિન્યો રવિવારે મોરોક્કો સામેની મૅચ વખતે એકમેકને મળ્યા હતા, ખૂબ ભેટ્યા હતા અને ભૂતકાળની તથા વર્તમાનની ઘણી વાતો કરી હતી. રોનાલ્ડો 49 વર્ષનો અને રોનાલ્ડિન્યો 46 વર્ષનો છે.
🇧🇷 Ronaldinho and Ronaldo are reunited at the 2026 World Cup. 🫂 pic.twitter.com/Guj9Eu2H4m
— Football Tweet ⚽ (@Footballtweet) June 13, 2026