મેક્સિકો સિટીઃ ફૂટબોલનો મહાકુંભ એટલે ફીફા વર્લ્ડકપ, આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો મેક્સિકો સિટીથી રંગેચંગે શુભારંભ થઈ ગયો છે. આ પ્રસંગે મેક્સિકોના એસ્ટાડિયો એજેક્ટા સિટીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈન્ટરનેશનલ પોપ સ્ટાર, સિંગર અને પર્ફોમર શરીકાએ સ્ટેડિયમમાં સૌને મોજ કરાવી દીધી હતી. ફૂટબોલ સેરેમનની ઑપનિંગ સેરેમની જોઈને લોકો ખુશ થઈ ગયા હતા. આતશબાજી અને ડાન્સ પર્ફોમન્સથી આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ શરૂ થઈ હતી. શકીરા અને બર્નાબોય એકથી એક ડાન્સ મુવ્સ અને ગીત ગાયને લોકોને જલસો કરાવી દીધો હતો.અમેરિકાના રાજ્યો તથા વિદેશથી આવેલા મહેમાનો માટે આ સાંજ ખૂબ જ યાદગાર બની ગઈ હતી. પોતાના ગીત લલકારીને શકીરાએ સ્ટેડિયમમાં ડાન્સફ્લોર જેવી ફીલ કરાવી દીઘી હતી. હાલ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહેલું 'ડાઈ-ડાઈ' અંગ્રેજી સોંગે ધૂમ મચાવી છે આ ગીત પણ અહીંયા પ્લે કરાયું હતું.
વાકા-વાકાની યાદ તાજા થઈ
આ ઑપનિંગ સેરેમની જોઈને શકીરાએ વર્ષ 2010ના વર્લ્ડકપની યાદ તાજા કરાવી દીઘી હતી.એ સમયે એનું ગીત 'વાકા-વાકા' ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ વખતે તેમણે નાઈજીરિયન સ્ટાર બર્નાબોય સાથે પર્ફોમ કર્યું હતું.ઑપનિંગ સેરેમનીમાં એજટેક કલ્ચર રજૂ કરવામાં આવ્યું, મેક્સિકોની જાણીતી સિંગર લીલા ડાઉન્સનું પર્ફોમન્સ શરૂ થતા સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું હતું. કલાકારોના સ્ટેપ સાથે લોકો પણ ત્યાં ડાન્સ કરવા લાગ્યા હતા. એકથી એક બેસ્ટ પર્ફોમન્સ સાથે ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જે રીતે ક્રિકેટની દુનિયામાં લોર્ડસ અને ભારતના વાનખેડે-ઈડનગાર્ડન મેદાનનું એક ખાસ મહત્ત્વ છે એમ ફૂટબોલમાં એસ્ટાડિયો એજટેકા સ્ટેડિયમનું એક આગવું મહત્ત્વ છે. આ એ જ મેદાન છે જે વર્ષ 1970ના ફૂટબોલ વર્લ્ડકપ અને વર્ષ 1986ના ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કરી ચૂક્યું છે. આ વખતે ત્રણ દેશ સાથે મળીને સમગ્ર ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે.

હવે મેચમાં દમદાર ટીમની ટક્કર
મેક્સિકોમાં ઑપનિંગ સેરેમની પૂરી થઈ ચૂકી છે અને યુએસ અને કેનેડામાં મેચ શરૂ થશે. જેમાં બે દમદાર ટીમની ટક્કર જોવા મળશે. મેચ શરૂ થતાં પહેલા ત્યાં પણ ઉદ્ઘાઘટ થશે પછી મેચનો પ્રારંભ થશે. આ વખતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં કૂલ 104 મેચ રમાશે. 90 મિનિટ સુધી સતત એકથી એક ચડિયાતા પર્ફોમન્સથી સ્ટેડિયમ જાણે ક્લબ હાઉસ હોય એવું ફીલ થઈ રહ્યું હતું. શકીરા ચોથી વખત ફીફા વર્લ્ડકપ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમ કરી રહી છે. પહેલીવાર તેણે વર્ષ 2010માં પર્ફોમ કર્યું હતું. એ પછી રીયોમાં યોજાયેલી ક્લોઝિંગ સેરેમનીમાં 2014માં પર્ફોમ કર્યું હતું. એક સે બઢકર એક પ્રોપ્સ, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, આતશબાજી, લાઈવ બેન્ડ અને મ્યુઝિકના દમદાર પર્ફોમન્સથી ફીફા ફૂટબોલ કપની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીની ઑપનિંગ સેરેમની કરતા આ સેરેમનીમાં સૌથી વધારે આતશબાજી થઈ હોવાનું અનુમાન છે.
OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે મેચ
આ વખતે ઝી5 એપ્લિકેશન પર ફૂટબોલની મેચ જોઈ શકાશે, જોકે ભારતમાં ફૂટબોલની મેચ જોવા માટે રાત ઉજાગરા કરવા પડશે, મોટાભાગની મેચ મોડી રાત્રે શરૂ થાય છે તો કેટલીક મેચ વહેલી સવારે શરૂ થાય છે. પહેલી જ વખત 48 દેશની ટીમ ભાગ લઈ રહી છે. એટલું જ નહીં, પહેલી જ વાર ત્રણ દેશ સંયુક્ત રીતે સૉકર જગતના આ સૌથી મોટા ખેલનું યજમાનપદ માણશે.ટોરન્ટોની ઓપનિંગ સેરેમનીનો આરંભ શુક્રવારે રાત્રે 11 વાગ્યે થશે. આ શો 13 મિનિટનો હશે. (3) કેલિફોર્નિયામાં અમેરિકાની પારાગ્વે સામેની પ્રથમ મૅચ શનિવારે (વહેલી સવારે 6:30 વાગ્યે) શરૂ થશે એટલે ત્યાંની 13 મિનિટની ઓપનિંગ સેરેમનીનો પ્રારંભ સવારે 05:00 વાગ્યે થશે.