વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાન પર અમેરિકાના હુમલાની શકયતા વધી છે. જેમાં અમેરિકાએ નૌકાદળનું સૌથી શક્તિશાળી અને વિશ્વનું સૌથી મોટું પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ (CVN-78)જિબ્રાલ્ટરે સ્ટ્રેટ થી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ કર્યો છે. તહેરાન નજીક આ એરક્રાફ્ટની તૈનાતી યુએસ લશ્કરી રણનીતિનો ભાગ છે. ઈરાન સાથે વધતા તણાવ અને સંભવિત લશ્કરી કાર્યવાહી વચ્ચે આ ક્ષેત્રમાં યુએસ દળોને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર તેને તૈનાત કરવામાં આવ્યું છે.
યુએસએસ ગેરાલ્ડ મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે
યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપમાં યુએસએસ ગ્રેટ (ડીડીજી-72), યુએસએસ વિન્સ્ટન એસ. ચર્ચિલ અને યુએસએસ બેઈનબ્રિજ જેવા ગાઈડેડ મિસાઈલ સાથે કેરિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક જહાજ શોધનારાઓ જિબ્રાલ્ટરથી તસવીરો લીધી છે. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે કેરિયર પૂર્વ તરફ જતા મોરોક્કન પર્વતીય ભૂપ્રદેશની નજીક આવી રહ્યું છે. જૂન 2025 પહેલા કેરિયરને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું, પછી વેનેઝુએલાના ઓપરેશન માટે કેરેબિયનમાં હવે તેને મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
પ્રદેશમાં બે કેરિયર્સની હાજરીથી સ્થિતી ગંભીર બની
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર, ગેરાલ્ડ આર. ફોર્ડને સધર્ન કમાન્ડમાંથી દૂર કરીને મધ્ય પૂર્વ મોકલવામાં આવ્યું છે. અમેરિકાનું બીજું સૌથી ખતરનાક જહાજ, યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક પહેલેથી જ ત્યાં તૈનાત છે. પ્રદેશમાં બે કેરિયર્સની હાજરીથી સ્થિતી ગંભીર બની છે. જેના કારણે જો ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો નિષ્ફળ જાય તો હવાઈ હુમલાનો ભય વધી જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન નવો પરમાણુ કરાર નહીં કરે તો મર્યાદિત હુમલો શક્ય છે